Get The App

સુરત સિવિલના ઓર્થો વિભાગના ડોકટરોએ યુવતીની મલ્ટી લીગામેન્ટની ઝટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સુરત સિવિલના ઓર્થો વિભાગના ડોકટરોએ યુવતીની મલ્ટી લીગામેન્ટની ઝટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું 1 - image

સુરત,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલ આવેલ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોએ એક 21 વર્ષીય યુવતીની મલ્ટીલીગામેન્ટની સફળ સર્જરી કરીને બે મહિના બાદ તેણીને ફરી ચાલતી કરી હતી. ખૂબ જટિલ અને ખર્ચાળ ગણાતી આ સર્જરીએ યુવતીને નવજીવન બક્ષ્યું હતું.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સાઉથ ગુજરાતમાંથી હજારો દર્દીઓ પ્રતિદિન આવતા હોય છે ,જોકે ઘણીવાર ખાનગી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ ખાનગી હોસ્પિટલોમાં નથી થઈ શકતી અને મધ્યમ વર્ગીય પરિવારો જે ખર્ચો ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે નથી કરી શકતા તેવી જટિલ સર્જરી સિવિલમાં થતી હોય છે અને તેનાથી દર્દીઓ એક નવું જીવન  મળતું હોય છે. અને આવું જ કંઇ વાપીની 21 વર્ષીય પ્રાચી છે. જેને મલ્ટીગામેન્ટનું ફ્રેક્ચર થયું હતું જેની સર્જરી ખૂબ જ જટિલ અને ખૂબ જ ખર્ચાળ હોય છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ઘણીવાર તે શક્ય થતી નથી. આ સર્જરી સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને ડોક્ટર સ્વપ્નિલએ કહ્યું કે પ્રાચીને જ્યારે સિવિલમાં લાવવામાં આવી હતી ત્યારે તે ખૂબ જ દર્દમાં હતી કારણ કે તેણીને મલ્ટીગામેન્ટ ફેક્ટર હતું. જેના કારણે તેના આખા ગોઠણ વળી ગયો હતો આ પહેલા તેમણે વાપીની ખાનગી હોસ્પિટલમાં પણ ગયા હતા પણ ત્યાં તેઓને આ સર્જરી અહીં શક્ય નથી અને ખર્ચો પણ ખૂબ જ થશે તેવું કહ્યું હતું. તેથી તેઓ એક સંબંધી મારફતે અહીં સિવિલમાં આવ્યા હતા પ્રાચીને એક મહિનો સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ ઓપરેશન થયું અને એના એક મહિના બાદ પછી બીજું ઓપરેશન થયું. જટિલ હોવાના કારણે આ સર્જરી કોઈ કરતું નથી કારણ કે મલ્ટીલીગામેન્ટના ઓપરેશન સફળ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. અને ખર્ચો પણ વધુ હોય છે. પરંતુ સિવિલમાં તેણીનું ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું હતું અને તેણે જ્યારે ચાલતી થઈ ત્યારે તેમના માતા-પિતાના આંખોમાં હર્ષના આંસુ હતા.

સુરત સિવિલના ઓર્થો વિભાગના ડોકટરોએ યુવતીની મલ્ટી લીગામેન્ટની ઝટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું 2 - image

મલ્ટીલીગામેન્ટના ઓપરેશન ખુબ જ જટિલ હોય છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં 3

 થી 4 જ એવા ડોક્ટરો છે કે જે આવી જટિલ સર્જરી કરતા હોય છે ,જ્યારે સિવિલમાં 2 થી 3 ડોક્ટરો આ સર્જરી કરે છે. 50 કેસોમાંથી બે કેસ આવી મલ્ટીલીગામેન્ટ સર્જરીના આવતા હોય છે જેના સફળ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે આ સર્જરીનો ખર્ચો ખાનગી હોસ્પિટલોમાં 5 થી 6 લાખ જેટલો થાય છે. જ્યારે સિવિલમાં આ સર્જરી મફતમાં થતી હોય છે.

21 વર્ષ પ્રાચી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છે. 

બે મહિના અગાઉ વાપીના ભીલાડ સરી ગામ ખાતે કોલેજ જવા માટે બસની પોતાની મિત્રો સાથે રાહ જોઈ રહી હતી, તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે બસને ઓવરટેક કરવાની લાયમાં તેણીને અડફેટમાં લીધી હતી અને જેના કારણે પ્રાચી સ્થળ પર જ બેહોશ થઈ ગઈ હતી અને તેના હાથ અને પગમાં ખુબજ ઇજાઓ થઇ હતી.

ડોક્ટરે સ્વપ્નિલે કહ્યું કે જ્યારે પ્રાચીને સિવિલમાં લાવવામાં આવી ત્યારે તેને પગમાં ખૂબ જ દર્દ થતું હતું અને આ પ્રકારની ઈજામાં દર્દી માટે દર્દ સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, જ્યારે હું મારા ઘરે સિવિલ કેમ્પસમાં જતો ત્યારે યુવતી ના પિતા મારા પાછળ પાછળ આવતા હતા અને પોતાની દીકરીનું દર્દ કઈ રીતે અને જ્યારે ઓછું થશે તેવું પૂછતા હતા. ત્યારે તેમને સાંત્વના આપવી ખુબજ અઘરી હતી. પરંતુ યુવતીએ પણ હિંમત રાખી તેથી અમે આ ઓપરેશન સફળ રીતે પાર પાડી શક્યા.


Google NewsGoogle News