Get The App

"દીવા તળે અંધારું" સુરતમાં લોકોને ગરમીથી બચાવવા છાશનું વિતરણ પણ પાલિકાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓ માટે પાણી નથી

Updated: May 27th, 2024


Google NewsGoogle News
"દીવા તળે અંધારું" સુરતમાં લોકોને ગરમીથી બચાવવા છાશનું વિતરણ પણ પાલિકાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓ માટે પાણી નથી 1 - image


Surat Corporation : સુરતમાં હાલ ઓરેન્જ એલર્ટ છે તેથી લોકોને ગરમીથી બચાવવા માટે પાલિકા તંત્ર છાસ અને પાણીનું વિતરણ કરી રહી છે પરંતુ દીવા તળે અંધારું હોય તેમ પાલિકાના ઉધના ઝોનમાં આવેલા એક વાંચનાલય માં લાંબા સમયથી પાણીની સુવિધા ન હોવાથી વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ કે મુલાકાતીઓએ પાણીની બોટલ સાથે લઈ જવાની ફરજ પડી રહી છે. 

સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં આકરી ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે અને આ ગરમીથી બચવા માટે પાલિકા તંત્ર સરકારના આદેશ બાદ જુદી જુદી સુવિધા ઉભી રહી છે. શહેરમાં આશ્રય વિહોણા લોકોને શેલ્ટર હોમમાં લઈ જઈ તેઓને ગરમીથી બચાવવા પ્રયાસ કરી રહી છે. શેલ્ટર હોમ સાથે સાથે પાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ પર ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે અખબારી યાદી પણ તંત્ર જાહેર કરી રહ્યું છે.

 લોકોને ગરમીથી બચાવવા માટે પાલિકા તંત્રની છાસ અને ઓઆરએસનું વિતરણની કામગીરી પ્રશનિય છે. પરંતુ પાલિકાના ઉધના ઝોનમાં વિજીયા નગર વિસ્તારમાં પાલિકાનું વાંચનાલય આવ્યું છે ત્યાં ત્રણ વર્ષથી પાણીની સુવિધા ન હોવાની ફરિયાદ છે. આ ઉપરાંત મુલાકાતીઓ ફરિયાદ કરે છે કે સફાઈની કામગીરી પણ યોગ્ય થતી નથી.

 આ વાંચનાલયમાં આવનારા વિદ્યાર્થીઓ અને અન્ય મુલાકાતીઓ કહે છે, વાંચનાલયમાં પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ મુકાયો છે પરંતુ તેમાં પાણી આવતું ન હોવાથી તે શોભાના ગાંઠિયા જેવા છે. પાણીની યોગ્ય સુવિધા ન હોવાથી લોકોએ ઘરેથી પાણીની બોટલ લઈને આવવાની ફરજ પડી રહી છે. જો જાહેર રસ્તા પર લોકોને પાણીની સુવિધા પાલિકા આપતી હોય તો પાલિકાના પ્રોજેક્ટ એવા વાંચનાલયનો મુલાકાતીઓને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી સુવિધા ઉભી કરવી જોઈએ તેવી માગણી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ કરી રહ્યાં છે.


Google NewsGoogle News