સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 1 - image


સુરત, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

સુરત જિલ્લા માં માંડવી તાલુકા માં માંડવી ઉત્તર રેંજના કાર્ય વિસ્તારમાં આવતા તારાપુર રાઉન્ડમાં વિસડાલીયા માં 1000 હેકટર માં વન વિભાગ દ્વારા  છેલ્લા 7 મહિના થી મિયાવકી પદ્ધતિ થી ગીચ જંગલ ઉભુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  આ પ્રયત્ન ખાસ કરીને પ્રદુષણને અટકાવવા તેમજ વાતાવરણને શુધ્ધ બનાવવા અને  સ્થાનિક લોકોને ઇમારતી જલાઉ લાકડુ પુરૂ પાડવા માટે નો છે.

સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 2 - image

જંગલો ને કપાતા રોકવા અને તેનું વિસ્તરણ કરવા માટે વન વિભાગ દ્વારા સતત પ્રયત્ન હાથ ધરવામાં આવે છે.જેના ભાગ રૂપે સુરત વન વિભાગ દ્વારા પદ્ધતિથી ગીચ જંગલો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેનો પ્રથમ પ્રયત્ન માંડવી ઉત્તર રેન્જમાં કરવામાં આવ્યો છે.આ અંગે માંડવી ઉત્તર રેન્જ ના આર.એફ.ઓ રવીન્દ્ર સિંહ વાઘેલા એ કહ્યું કે  મિયાવાકી પદ્ધતિ એટલે કે ઓછી જગ્યામાં વધુ રુપા રોપીને જંગલ ઉભુ કરવું.

સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 3 - image

રોપણી કરવામાં આવતા જે રોપ વહેલી તકે અને ઝડપી રીતના મોટા થાય છે.આ પદ્ધતિની અંદરજમીનમાં વૃક્ષો એકબીજાથી ખૂબ જ નજીક નજીક લાવવામાં આવે છે.અને ૨૦૨૩-૨૪ નાં વર્ષમાં ૧ હજાર હેકટર માં  વન કવચ વાવેતર પ્લોટમાં ૮૦ જાતના ઇમારતી, આયુર્વેદિક, ફળાઉ રોપા કુલ-૧૦,૦૦૦ તેમજ ચંદનના રોપા ૫૦૦ તેમજ ફુલ છોડના રોપા-૩૦૦ વધારાના રોપાનું ઉછેર કરવામાં આવ્યો છે.આ પદ્ધતિની અંદરજમીનમાં વૃક્ષો એકબીજાથી ખૂબ જ નજીક નજીક લાવવામાં આવે છે.

સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 4 - image

ટુંકાગાળામાં ગીચ જંગલ ઉભુ કરવાથી પ્રદુષણને અટકાવી શકાય છે, તેમજ વાતાવરણને શુધ્ધ બનાવવા તેમજ સ્થાનિક લોકોને ઇમારતી જલાઉ લાકડુ પુરૂ પાડી  શકાય છે. આ જંગલ માં પશુ-પક્ષીઓને રહેવા તેમજ આરામ / ખોરાક મળી રહે તેની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ટુંક સમયમાં જ એટલે કે આઠ માસની અંદર ગીચ ઝાડી તૈયાર કરવામાં આવી છે. 

સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 5 - image

વૃક્ષો એકબીજાની નજીક વાવવાથી વૃક્ષોના મુળ એકબીજાને જકડી રાખે છે જેથી જમીનનું ધોવાણ થતુ પણ અટક્યું છે. અને આવા વૃક્ષો સીધા સુર્ય પ્રકાશથી પણ બચાવે છે આવા વનોમાં જૈવ વિવિધતાનું સારા પ્રમાણમાં વિકસી છે.જેમાં જંગલ ની અંદર એન્ટ્રી માટે ગેટ બનાવવામાં આવેલ છે,સાથે જ પાથ-વે તેમજ ગજીબો પણ બનાવવા માં આવેલ છે.

સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તરમાં 7 મહિનામાં મિયાવકી પદ્ધતિથી 1000 હેકટરમાં ગીચ જંગલ ઉભુ કરાયું 6 - image

1 હજાર હેકટર માં વિરાખાડી વન, નિલકંઠ વન,દુધરાજ વન એમ અલગ અલગ બ્લોકમાં વાવેતર કરવામાં આવેલ છે અને અંદર શ્રી શબરીવન કુટીર, શ્રી જાનકીવન કુટીર બનાવવા માં આવ્યું છે.


Google NewsGoogle News