Get The App

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 1 - image


લાંબા સમયથી મામાદેવ રોડ પર અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધો હતો

ભુતકાળમાં દબાણ દુર કરવાની કામગીરી વખતે પ્રતિકાર કરતા ડિમોલીશન શક્ય બન્યું ન હતું, હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સુરત, તા. 10 માર્ચ 2024 રવિવાર 

સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં લાંબા સમયથી રસ્તા પરના દબાણ દુર કરવા માટે આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરવામા આવ્યા છે. લાંબા સમયથી દબાણ દુર કરવા માટેની માગણી હતી પરંતુ વારંવાર પ્રતિકાર થતો હોય આ દબાણ દુર થતા ન હતા.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 2 - image

આજે પોલીસ બંદોસ્ત મળતાં પાલિકાએ  રોડ પર બનેલા 150થી વધુ ઝુંપડાને દુર કરીને રસ્તા પર સફાઈની કામગીરી હાથ ધરી છે.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 3 - image

જાહેર રોડ પર આ પ્રકારના દબાણના કારણે આસપાસની સોસાયટીઓમાં ભારે ન્યુસન્સ થતું હોવાની વ્યાપક ફરિયાદ હતી. આજે ડિમોલીશન થતાં અનેક રહેણાંક સોસાયટીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 4 - image

સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં પુણા TP 60 માં મહાવીર સર્કલ પાસે અને પુણા TP 20 માં ભગવતી સોસાયટીની સામે (બાલમુકુંદ સોસાયટીની પાછળ ) મામા દેવ મંદિર તરફ જતા રસ્તા પર પારાવાર દબાણ છે. આ દબાણ લોકો માટે ન્યુસન્સ  રુપ છે અને ભારે ગંદકી થઈ રહી છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 5 - image

આ દબાણ દુર કરવા માટેની પાલિકાએ ગત વર્ષે કામગીરી કરી હતી પરંતુ માથાભારે તત્વો વિરોધ કરતા કામગીરી પડતી મૂકવી પડી હતી. ત્યારબાદ દબાણોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. આ દબાણ દુર  કરવા માટે પાલિકા તંત્ર દ્વારા વારંવાર પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવતી હતી પરંતુ મળતી ન હતી. 

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 6 - image

છેલ્લા એક વર્ષથી આ દબાણ દુર કરવા માટે પોલીસ બંદોબસ્ત માગવામા આવે છે પરંતુ તે મળતો ન હોવાથી આ દબાણ દુર કરવાની કામગીરી થતી નથી.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 7 - image

આ દબાણ લોકો માટે આફતરૂપ બની હતી તે માટે પાલિકાની સામાન્ય સભામાં રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પોલીસ બંદોબસ્ત મળતાં વરાછા ઝોને સવારથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે.  

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 8 - image

આજે સવારથી શરુ કરેલી કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી અને આ રોડ પર બન્ને તરફ 150થી વધુ ઝુંપડા બન્યા હતા તે ઝુંપડા દુર કરવાની કામગીરી સાથે સાથે પાલિકાના વરાછા ઝોને સફાઈની કામગીરી પણ પુરી કરી દીધી છે.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 9 - image

પુણા TP 60 માં મહાવીર સર્કલ પાસે અને પુણા TP 20 માં ભગવતી સોસાયટીની સામે  મામા દેવ મંદિર તરફ જતા રોડ પર  કાચા પાકા દબાણો દૂર કરી દેતા સ્થાનિકોને મોટી રાહત થઈ છે.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 10 - image

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 11 - image

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 12 - image

સુરત પાલિકાના વરાછા ઝોનમાં રવિવારે ગેરકાયદે બનેલા 150 ઝુંપડાનું ડિમોલીશન કર્યું 13 - image


Google NewsGoogle News