સુરતના ઉધના વિસ્તારમાં બાયોડાયર્વસીટી પાર્કને જોડતા 12.00 મી. એપ્રોચમાં આવતા બાંધકામ દૂર કરાયા
સુરત,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
સુરતમાં સાઉથ ઝોન (ઉધના) માં સમાવિષ્ટ વિસ્તારમાં 12.00 મી. પહોળાઈના ટી.પી. રસ્તાની અસર હેઠળ આવતા બાંધકામ દુર કરવાની કામગીરી આજે કરવામાં આવી હતી.
સાઉથ ઝોન (ઉધના)માં સમાવિષ્ટ વિસ્તાર ડ્રા.ટી.પી. સ્કીમ નં.56 (બમરોલી) માં કૈલાશનગર ચોકડીથી ગાંધીકુટીર ખાડી બ્રીજ તરફ જતા રસ્તા પર આવેલ ભગવતીનગર સોસા. મહાદેવનગર તથા કૈલાશનગર-2 ને લાગુ 12.00મી. ટી.પી. રસ્તા આવ્યો છે. આ રસ્તા પર આશરે 25 હંગામી પ્રકારના ઝુંપડાઓ, 05 પાકા મકાનો તથા 03 ધાર્મિક સ્થાનકો સહિતના દબાણો હતા તેને ઝોન દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી હાથ ધરી હતી. જેના કારણે 16965 ચો.મી.જગ્યાનો કબજો મેળવવામાં આવ્યો છે. આ રસ્તો ખુલ્લો થવાથી સુરત મહાનગરપાલિકા ઘ્વારા બમરોલી વિસ્તારમાં બાયોડાયર્વસીટી પાર્ક બનાવવાની કામગીરી અંતર્ગત ઉત આયોજનને કનેકટીવીટી મળી રહેશે.