સુરત પાલિકાની બેદરકારીના કારણે દેશનો પહેલો 'સાયકલ ટુ સ્કુલ' પ્રોજેક્ટ ઘોંચમાં પડી શકે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની બેદરકારીના કારણે દેશનો પહેલો 'સાયકલ ટુ સ્કુલ' પ્રોજેક્ટ ઘોંચમાં પડી શકે 1 - image


- સીટી લાઈટ સ્કુલનો 'સાયકલ ટુ સ્કુલ' પ્રોજેક્ટ માટેના ટ્રાફિક કોન તુટી ગયાં

- સાયકલ ટુ સ્કૂલ માટે બનાવેલા ટ્રેકની બાજુમાં ગેરકાયદે દબાણ કરી કામ ચલાઉ દુકાનો બનાવી દીધી સાયકલ ટ્રેક પર દબાણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે

સુરત,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

સુરત શહેરમાં દેશનો સૌથી પહેલો સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ શરુ થયો છે અને પાલિકા ની બેદરકારી ના કારણે આ પ્રોજેક્ટ નું બાળ મરણ થાય તેવી અટકળો શરુ થઈ ગઈ છે. સુરત પાલિકાએ સીટી લાઈટની એક સ્કૂલમાં સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ શરુ કર્યો છે તેને માંડ એક મહિનો પણ પુરો થયો નથી પરંતુ આ સાયકલ ટ્રેક માટે મુકવામાં આવેલા ટ્રાફિક કોન તૂટી ગયાં છે અને ટ્રેક પર વાહનો પાર્ક થાય છે અને કેટલાકે તો ફુટપાથ પર દબાણ કરી દુકાન શરુ કરી દીધી હોવાની ફરિયાદ પણ વધી રહી છે. 

સાયકલ ટુ સ્કુલ  પ્રોજેક્ટ માટે દેશભરમાંથી 100 સ્માર્ટ સિટી પૈકી માત્ર સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે અને સુરત પાલિકાએ આ પ્રોજેક્ટ માટે છ સ્કુલ પસંદ કરી કામગીરી શરુ કરી છે. સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 'સાયકલ સાયકલ ટુ ટુ સ્કૂલ' સ્કૂલ' નાં પાયલોટ પ્રોજેક્ટ  માટે સીટી લાઈટ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 160 ની પસંદગી કરવામા આવી છે અને ગત 8 જાન્યુઆરીએ આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે 

જોકે, આ સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ શરુ થયો માંડ મહિનો થયો છે પરંતુ સાયકલ ટ્રેક માટે બનાવવા માટે મુકાયેલા અનેક ટ્રાફિક કોન તૂટી ગયાં છે. આ ટ્રાફિક કોન તૂટી ગયાં છે તેમાંથી બહાર નિકળેલા ખીલા સાયકલ ચલાવતા વિદ્યાર્થીઓ માટે જોખમી બની રહ્યાં છે. આ ઉપરાંત  પ્રોજેક્ટ માટે જે ટ્રેક બનાવ્યો છે તે આકર્ષક છે પરંતુ આ ટ્રેક પર કેટલાક લોકો ટુ વ્હીલર પાર્ક કરી દે છે. તો કેટલાક લોકો ટ્રેક શરૂ થાય તે પહેલા કાર પાર્કિંગ કરી અવરોધ ઉભો કરી રહ્યાં છે.. 

પાલિકાએ સાયકલને જીપીએસ સિસ્ટમ થી જોડી છે પરંતુ ટ્રેક પર વાહન પાર્કિંગ થાય તે જોવા માટેની તસ્દી લીધી ન હોવાથી સાયકલ લઈને આવતા વિદ્યાર્થીઓને અકસ્માત થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. દેશનો પહેલો પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે તેમ છતાં કેટલાક લોકોમાં ટ્રાફિક સેન્સ નો અભાવ છે આ ઉપરાંત ટ્રાફિક કોન તૂટી ગયાં છે અને આ રુટ પર દબાણ હોવાથી દેશના સૌથી પહેલા સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટનું બાળ મરણ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News