સુરત પાલિકાની ટીએસસીમાં કરોડોના કામો મંજુરી માટે રાહ જોઈ રહ્યા છે

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની ટીએસસીમાં કરોડોના કામો મંજુરી માટે રાહ જોઈ રહ્યા છે 1 - image


લોકસભા 2024 ની ચૂંટણીની અસર સુરત પાલિકાની કામગીરી પર પણ જોવા મળી રહી છે.  આચાર સંહિતાના 85 દિવસ સુરત પાલિકાના વિકાસના કામો પર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ આજે મોડી રાત્રે આચારસંહિતા ઉઠી ગયાં બાદ આગામી દિવસોમાં સુરત પાલિકાના વિકાસના કામો માટે ધમધમાટ જોવા મળશે.  આગામી દિવસોમાં સુરત પાલિકા વિસ્તારમાં 976 કરોડના 217 કામ માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. 

લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા સુરત પાલિકાના વિકાસના કામો રોકેટ ગતિએ થતા જોવા મળ્યા હતા. ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં સુરત પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રેગ્યુલર એજન્ડામાં  620 કરોડના 85 કામો અને વધારાના 94 કામના 267 કરોડ અને સમિતિના 128 કરોડ મળીને 1016 કરોડના કામ એક સાથે મંજુર કરી દેવાયા હતા અને તેના બીજા દિવસની સામાન્ય સભામાં મંજૂરીની મહોર પણ મારી દેવામાં આવી હતી. 

સામાન્ય સભા પૂરી થયાના ગણતરીના કલાકોમાં ચૂંટણી જાહેર થઈ ગઈ હતી અને આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. ગઈકાલે રાત્રે આચારસંહિતા હટી જાય તે  પહેલાં સુરત પાલિકાએ આગામી દિવસોમાં વિકાસના કામ માટેની દોડધામ શરૂ કરી દીધી છે. સુરત પાલિકાએ આગામી દિવસોમાં ડ્રેનેજ, ઈલેક્ટ્રીક,  હાઉસીંગ, હાઈડ્રોલિક આરોગ્યને લગતા કામો ઉપરાંત અન્ય કામો માટે અંદાજ જાહેર કરવા સાથે અન્ય કામગીરી શરુ કરી દીધી છે. જેમાં સુરત પાલિકાએ આગામી દિવસોમાં આવા 217 કામો માટેની યાદી તૈયાર કરી છે જે કામો 976 કરોડના થાય છે આગામી ટીએસસીમાં આ કામો રજૂ કરાયા બાદ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે.


Google NewsGoogle News