Get The App

સુરત શિક્ષણ સમિતિની શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતિની શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો 1 - image


- પાલિકાની સ્કુલના બાળ વૈજ્ઞાનિકોએ ઈવિંગ વખતે ઝોંકા મારતા ડ્રાઈવર માટે એન્ટી સ્લીપ એલાર્મ વાળા ચશ્મા બનાવ્યા 

- એક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિના મુલ્યે પ્રકાશ મેળવી સોલાર બલ્બ એન્ડ લાઈટર ઓફ લાઈટ પ્રોજેક્ટ બનાવ્યો 

સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે સીઆરસી કક્ષાનો એક દિવસના વિજ્ઞાન મેળો આજે યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ક્રમાંક 170, રામમઢી જહાંગીરપુરા ખાતે CRC કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં CRC 01, 03 અને 04માં સમાવેશ થયેલ શાળાઓમાંથી 41 કૃતિઓ 82 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી.

સુરત શિક્ષણ સમિતિની શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો 2 - image

 આ વિજ્ઞાન મેળામાં રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી 166 ક્રમાંકની શાળાના બાળ વૈજ્ઞાનિકોએ સોલાર બલ્બ એન્ડ લાઈટર ઓફ લાઈટ પ્રોજેક્ટ સાથે સાથે ડિજિટલ રીતે અભિપ્રાય આપવા માટેનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. ધરતી પર સુર્યપ્રકાશ ઈકોફ્રેન્ડલી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. બાળ વૈજ્ઞાનિકોએ મકાન બનાવ્યું તેના પર પ્લાસ્ટિક બોટલ મૂકી તેમાં પાણી ભર્યું હતું. પ્રકાશના વક્રીભવનના સુત્ર સાથે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. બોટલ પર સૂર્યપ્રકાશ પડતા બોટલનો ઉપરનો ભાગ પ્રિઝમ તરીકે વર્તે છે, જે પ્રકાશને અંદર તરફ વાળે છે, એ પ્રકાશનું કિરણ પરાવર્તન અને વક્રીભવન થઇ ઓરડામાં પ્રકાશ ફેલાવે છે. રાત્રી સમય દરમ્યાન પ્રકાશ મેળવવા માટે આજ બોટલ સાથે સોલર પેનલ નું જોડાણ કરવામાં આવ્યું છે.સોલર પેનલ સાથે Rechargeable Cell નું જોડાણ કરી તેની સાથે LED બલ્બ અને સ્વીચ જોડવામાં આવી છે. દિવસ દરમિયાન સોલર પેનલ ચાર્જ થશે જેની મદદથી રાત્રિ સમય દરમિયાન પણ પ્રકાશ મેળવી શકાય તેવો પ્રોજેક્ટ બનાવ્યો છે અને વાસ્તવિક રીતે પણ પ્રોજેક્ટ શક્ય છે તેવો દાવો કરાયો છે.

સુરત શિક્ષણ સમિતિની શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો 3 - image

 આ ઉપરાંત હાલના સમયે જે મોટા ભાગે અકસ્માત થાય છે તે સતત ડ્રાઈવીંગ કરતા ડ્રાઈવર થાકી જાય છે અને ડ્રાઇવિંગ કરતી વખતે ઝોંકા મારે અથવા ઊંઘી જાય તેવા ડ્રાઈવર માટે ખાસ ચશ્મા પણ બાળ વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે. મોરા ભાગળની શાળા ક્રમાંક 165 ના બાળ વૈજ્ઞાનિકોએ ડ્રાઇવર એન્ટી-સ્લીપ ડિવાઇસ સાથેના ચશ્મા બનાવ્યા છે. આ બાળ વૈજ્ઞાનિકો કહે છે, ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણને જાગૃત રાખીશો? ફાઇવરોને તેમના કામને વેગ આપવા માટે પૂરતી ઊંઘની જરૂર છે. જ્યારે આપણી પાણી પૂરતી ઊંઘ ન હોય, ત્યારે આપણે સુરત થઈ જઈએ છીએ અને ઊંઘી જઈએ છીએ. કેટલીકવાર પીક સેકન્ડની સુસ્તી ડ્રાઇવર અને મુસાફરો બંનેના જીવ પણ ગુમાવી શકે છે. ડ્રાઇવિંગ શાકએ એક સામાન્ય પરંતુ ખારા સમસ્યા છે જે અસંખ્ય જીવનને જોખમમાં મૂકે છે. તેથી આ સમસ્યાને ઉકેલવા માટે, અમે ડ્રાઇવર એન્ટી-સ્લીપ ડિવાઈસ બનાવ્યું છે. એન્ટી સ્લીપ એલાર્મ એ કાર ચાલકોને જાગૃત રાખવા માટેની એપ્લિકેશન છે. જો કે તે કાર ડ્રાઇવરો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે પણ ડ્રાઇવરને ઊંઘ આવે છે અને ઊંઘ આવે છે ત્યારે આંખનું બેંક કેન્સર શોધી કાઢે છે અને મધ્યવર્તી બીપના અવાજ સાથે બઝર ચાલુ થાય છે આવા જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચશ્મા વાસ્તવિક બનાવી શકાય છે. આ ઉપરાંત સમિતના બાળ વૈજ્ઞાનિકોએ અનેક પ્રોજેક્ટ બનાવ્યા છે.


Google NewsGoogle News