નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 1 - image


વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે તો કઈ રીતે સારવાર કરવી

દર કલાકે 300 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ માટે 10 ડમીનો ઉપયોગ

સુરત, તા. 03 ડિસેમ્બર 2023 રવિવાર 

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી વૃદ્ધો સાથે યુવાનો અને બાળકોમાં પણ પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક કિસ્સામાં પ્રાથમિક શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એટેક આવતા હોવાનું બહાર આવી રહ્યાં છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓને બચાવવા માટે CPR ની ટ્રેનીંગ આપવાનું આજ થી શરૂ કરવામાં આવ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 2 - image

પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં બે મંત્રી સહિત ધારાસભ્ય તાલીમ માં હાજર રહ્યા હતા. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 3 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોણા બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓને શાળા દરમિયાન હાર્ટ એટેક આવે તો તેને કઈ રીતે બચાવી શકાય તે માટેની CPR ( કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) ની તાલિમ શરૂ કરવામાં આવી છે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 4 - image

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલના શિક્ષકોને સ્મીમેર હોસ્પિટલ ખાતે તબક્કાવાર ઝોન  પ્રમાણે બોલાવીને તાલીમ શરૂ કરવામાં આવી છે. આજે ૨૪૦૦ શિક્ષકો ને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે તાલીમ આપ્યા બાદ આગામી 17 ડિસેમ્બર ના રોજ બીજા તબક્કામાં બીજા શિક્ષકો ને તાલીમ અપાશે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 5 - image

આજે તાલીમ શરૂ કરવામાં આવી છે તેમાં સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી હાજર રહ્યા હતા. તાલીમ માટે તૈયાર કરવામાં આવેલા ડમી પર જો વિદ્યાર્થીઓને એટેક આવે તો કઈ રીતે સારવાર કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 6 - image

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું શરૂ થયું 7 - image


Google NewsGoogle News