Get The App

પાલિકાના રાંદેર ઝોનમાં એક મહોલ્લામાં એક મહિનાથી ગંદા પાણીની ફરિયાદ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
પાલિકાના રાંદેર ઝોનમાં એક મહોલ્લામાં એક મહિનાથી ગંદા પાણીની ફરિયાદ 1 - image


અડાજણના કોળીવાળમાં દુર્ગંધ મારતા ગંદા પાણીની ફરિયાદ છતાં હજી કોઈ નિરાકરણ નહી, લોકોમાં રોગચાળાની ભીતિ

સુરત, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર  

સુરતમાં શિયાળાની શરૂઆત સાથે સાથે ફરી એક વાર ગંદા પાણીની ફરિયાદ શરુ થઈ છે. પાલિકાના રાંદેર ઝોનમાં એક મહોલ્લામાં એક મહિનાથી ગંદા પાણીની ફરિયાદ બહાર આવી છે. અડાજણના કોળીવાળમાં દુર્ગંધ મારતા ગંદા પાણીની ફરિયાદ છતાં હજી  કોઈ નિરાકરણ નહી, લોકોમાં રોગચાળાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

સુરત પાલિકામાં હાલ દિવાળી ના કારણે પાણીનો વપરાશ થોડો ઘટ્યો છે  જેના કારણે પાણીના પ્રેશર ની બુમ સાંભળવા મળી નથી પરંતુ રાંદેર ઝોનમાં એક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને વાસ મારતું આવી રહ્યું હોવાની ફરિયાદ છે.  રાંદેર ઝોન ના અડાજણ વિસ્તારમાં કોળીવાડ વિસ્તાર આવ્યો છે. છેલ્લા 30 દિવસથી  લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે તે વાસ મારતું અને ગંદુ હોવાની ફરિયાદ છે. આ અંગે  પાલિકા માં ફરિયાદ કર્યા છતાં કોઈ નિકાલ આવતો નથી. હજી પણ લોકોના ઘરે પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે તેના કારણે લોકોમાં રોગચાળો થાય તેવો ભય સતાવી રહ્યો છે. પાલિકા દ્વારા ગંદા પાણીની ફરિયાદ ના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ છે. સમગ્ર વિસ્તારમાં ગંદુ પાણી નથી પરંતુ એક જ મહોલ્લામાં આવે છે તેથી લાઈન લીકેજ હોવા સાથે અન્ય ભેળસેળ થઈ હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News