Video: સુરતમાં મુખ્યમંત્રી રૂપાણી, 'ચોકીદાર ચોર નથી, શ્યોર અને પ્યોર છે'

- નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે CM રૂપાણી હાજર રહ્યાં

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
Video: સુરતમાં મુખ્યમંત્રી રૂપાણી, 'ચોકીદાર ચોર નથી, શ્યોર અને પ્યોર છે' 1 - image

સુરત, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉધના અંબાનગર ખાતે નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ આજના દિવસ વિશે કહ્યું કે, આજનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે. આજે ચૈત્રી નવરાત્ર શરૂ થાય છે અને બીજુ ભારતીય જનતા પાર્ટીનું સ્થાપના દિવસ છે.

આ તકે મુખ્યપ્રધાનના હસ્તે આગમી પાંચ વર્ષનું સંકલ્પ પત્ર રાજુ કરવામાં આવ્યું. તેમજ સ્થાનિક મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, દેશમાં કટોકટી લગી. કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ દેશને બર્બાદ કર્યો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી તૂટી પડી. પરંતુ આજે સમગ્ર દેશમાં સોળે કળાએ કમળ ખીલ્યું છે.

તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, આજે આપણને ગૌરવ છે કે મોદી જેવા નેતા આપણી પાસે છે. 56ની છાતી વાળો નેતા આજે દેશને મળ્યો છે. જેનું નેતુત્વ સ્વીકારવા તૈયાર છે. તેઓ પ્રમાણિક છે. ઇમાનદા છે અને ચૌકીદાર છે. ચોકીદાર ચોર નથી સ્યોર અને પ્યોર છે. મોદી આજે મર્દ છે. સાચા અર્થમાં મજૂરએ આપણા નરેદ્ર ભાઈ મોદી છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વખતની ચૂંટણી કંઇક જૂદી અને ઐતિહાસિક ચૂંટણી છે. આપણે નિર્ણય કરવાનો છે કે, દેશને કંઇ દિશામાં લઇ જવાનો છે. મહાગઠબંધન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, એકબીજાના હાથ પકડીને જેણે ગઠબંધન કર્યું છે, મોદી તેઓની મજબૂરી છે. દેશને લૂંટવાનો અને ચૂસવાનો ધંધો અગાઉની સરકારે કર્યું.

આ સિવાય મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસના પરીવારવાદ અને પ્રિયંકાગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, એક તરફ અતૂટ રાષ્ટ્રવાદ અને બીજી તરફ માત્ર પરિવારવાદ, જવાહરલાલ નહેરી પછી ઇન્દિરા ગાંધી અને હવે બેન.




Google NewsGoogle News