સુરતમાં રવિવારે તિરંગા યાત્રાને લઈને સીટી અને BRTS બસ સેવા થશે પ્રભાવિત, જાણો નવા રૂટ અને ટાઈમટેબલ
Surat Tiranga Yatra : સુરત શહેરમાં મુખ્યમંત્રીની હાજરીમાં આગામી રવિવારે તિરંગા યાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એકાદ લાખ લોકો હાજર રહેશે. આ યાત્રા માટે જુદા જુદા વિસ્તારમાંથી બસ તથા અન્ય વાહનો મારફતે લોકો રૂટ પર ભેગા થશે. જેના કારણે સુરત પાલિકા દ્વારા ચાલતી સીટી અને BRTS ના 9 રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરવા કે ટુંકાવવામાં આવ્યા છે.
સુરતમાં આગામી રવિવાર 11 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટર વિસ્તારમાં આ રેલીનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ યાત્રામાં એક લાખ જેટલા લોકો શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી આવશે. આ લોકોને રેલી સ્થળ સુધી લાવવા માટે બસ તથા અન્ય વાહનોનું આયોજન કરવામાં આવ્યું છે. રૂટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોવાથી પાલિકાની સીટી અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે રૂટ પર BRTS ના અને 14 સીટી બસના રૂટ પ્રભાવિત થશે. તેમાંથી આઠ રૂટ સદંતર બંધ કરવામાં આવશે.
BRTS ના બે રૂટ ટુંકાવાવમાં આવ્યા
- ઓએનજીસીની સરથાણા નેચર પાર્ક : આ રૂટ સોમેશ્વરા સુધી જ કાર્યરત રહેશે
- ઓએનજીસીથી કોસાડ આ રૂટ પાલ આરટીઓ સુધી કાર્યરત રહેશે.
સીટી બસના રૂટ આ પ્રમાણે રહેશે
- અડાજણ GSRTC થી રેલ્વે સ્ટેશન લુપ: જે તે સમયે ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના મુજબ ડાયવર્ઝન નો અમલ કરવામાં આવશે.
- સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલ થી આભવા ગામ : આ રૂટ સદંતર બંધ રહેશે
- સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલ થી પાલનપુર ગામ : તે સમયે ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના મુજબ ડાયવર્ઝન નો અમલ કરવામાં આવશે
- સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલ થી VNSGU : આ રૂટ સદંતર બંધ રહેશે
- સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલ થી સુરત એરપોર્ટ : આ રૂટ સદંતર બંધ રહેશે
- ઉમરા ગામ થી કાપોદ્રા : આ રૂટ સદંતર બંધ રહેશે
- ચોક ટર્મિનલ થી ગોડાદરા ગામ: જે તે સમયે ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના મુજબ ડાયવર્ઝન નો અમલ કરવામાં આવશે.
- ચોક ટર્મિનલ થી ગભેણી ગામ/ લાજપોર જેલ/સચિન રેલવે સ્ટેશન: જે તે સમયે ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના મુજબ ડાયવર્ઝન નો અમલ કરવામાં આવશે.
- ચોક ટર્મિનલ થી ડુમસ લંગર: આ રૂટ સદંતર બંધ રહેશે
- ડભોલી એરીયા થી ડિંડોલી : જે તે સમયે ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના મુજબ ડાયવર્ઝન નો અમલ કરવામાં આવશે.
- ચોક ટર્મિનલ થી ભીમપોર / કાદી ફળીયા : આ રૂટ સદંતર બંધ રહેશે
- કોસાડ ગામ થી VNSGU : આ રૂટ સદંતર બંધ રહેશે
- ઇસ્કોન સર્કલ થી VNSGU : આ રૂટ સદંતર બંધ રહેશે
- જહાંગીરપુરા થી ગેલ કોલોની વેસુ : આ રૂટ સદંતર બંધ રહેશે