Get The App

સુરતની સરકારી શાળામાં બાળકોના જીવ રામભરોસે હોવાનો જીવતો પુરાવો : સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ફાયર સેફ્ટીની બોટલ રીફીલ કરવા પરિપત્ર જાહેર કરાયો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
સુરતની સરકારી શાળામાં બાળકોના જીવ રામભરોસે હોવાનો જીવતો પુરાવો : સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ફાયર સેફ્ટીની બોટલ રીફીલ કરવા પરિપત્ર જાહેર કરાયો 1 - image


Fire Safty in School : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોની કોઈને પડી નથી તેનો જીવતો પુરાવો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જાહેર કરેલ પરપિત્રામાં બહાર આવ્યો છે. સુરત શિક્ષણ સમિતિની અનેક શાળામાં ફાયર સેફ્ટી નથી અને સ્ટ્રકચર સ્ટેબિલીટીનો પણ પ્રશ્ન છે. પરંતુ હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ રાજકોટની દુર્ઘટના બાદ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ફાયર એક્ઝીટીંગની બોટલ રીફીલ કરવા પરિપત્ર જાહેર કરાયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

રાજકોટમાં બનેલી ગોઝારી આગ દુર્ઘટના બાદ સરકારી તંત્ર અચાનક જાગ્યું છે  રાજ્ય સરકાર દ્વારા ચલાવવામા આવતા સર્વ શિક્ષા અભ્યાન સામે અનેક આક્ષેપ થઈ રહ્યાં છે તેવા આક્ષેપ વચ્ચે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગઈકાલે બે પરિપત્ર જાહેર કરવામા આવ્યા છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. આગની દુર્ઘટના બાદ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા પત્ર જાહેર કરીને Fire Extinguisher બોટલ રીફીલ કરાવવા માટે સુચના આપવામા આવી છે. 

સુરતની સરકારી શાળામાં બાળકોના જીવ રામભરોસે હોવાનો જીવતો પુરાવો : સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ફાયર સેફ્ટીની બોટલ રીફીલ કરવા પરિપત્ર જાહેર કરાયો 2 - image

આ સૂચના સાથેના પરિપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને અને અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે તકેદારી રાખી કચેરીના પત્રથી પાલન કરવા જણાવવામાં આવેલ હતું. હાઈકોર્ટના આદેશ અન્વયે ફાયર સેફટીના નિયમો નું ચુસ્ત પણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે સરકારી શાળાઓ, અને હોસ્ટેલમાં Fire Extinguisher ની બોટલ રીફીલ કરાવવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયેલ હોય તથા પૂર્ણ થાય તે પહેલા રીફીલીંગ કરાવી શાળા, હોસ્ટેલ સંચાલકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા કરવાની રહેશે Fire Extinguisher ની બોટલ આપવામાં આવતી કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી રીફીલીંગ કરાવવાનું રહેશે.

આ ઉપરાંત અન્ય એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે, રાજ્યમાં કોઈપણ શાળા કે સંસ્થામાં કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે સ્કૂલ સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા આવશ્યક છે. શૈક્ષણિક મકાનમાં સ્કુલ સેફ્ટી અંગે તકેદારી રાખવા તમામ શાળાના આચાર્યઓને નીચે મુજબ લેખિતમાં સૂચનાઓ આપવા સાથે પ્રમાણપત્ર લેવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત વિવિધ સુચના લખવામાં આવી છે તેની સાથે સાથે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાના મુદ્દે પૂર્ણ તકેદારી રાખી કોઈપણ નિષ્કાળજી દાખવ્યા વગર 5 જુને માહિતી સબમીટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.


Google NewsGoogle News