લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં  શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું 1 - image


Surat Bal Sansad Election : હાલમાં જ ભારતમાં સંસદની ચુંટણી પુરી થઈ છે અને ફરી સત્તાનું સુકાન NDAએ સંભાળ્યા છે ત્યારે વિદ્યાર્થી કાળથી જ બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવાનો પ્રયાસ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી જુદી જુદી બે શાળા દ્વારા સ્કુલના બાળકોને લોકશાહીના પાઠ ભણાવવા બાળ સંસદમાં ઈવીએમ સ્ટાઈલથી મતદાન કરાવવામા આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણીનું પરિણામ પણ સ્ક્રીન પર જાહેર કરવામાં આવ્યું હતું. 

પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વયસ્ક વ્યક્તિ કરતા બાળકોની ગ્રહણશક્તિ વધુ હોય છે. શાળામાં મળતા પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે. રાજ્ય સરકારની આ આવકારદાયક પહેલી બાળકોમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય છે. તે માટે દર વર્ષે પાલિકાની સ્કૂલમાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે છે અને તેમને લોકશાહીના પાઠ ભણાવવામાં આવે છે. 

લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં  શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું 2 - image

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉગતની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી રહી છે. બાળ સંસદની રચના માટે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયા હોય તેવી તમામ પ્રક્રિયા આ બાળ સંસદની ચૂંટણીમાં કરવામાં આવી હતી. 

લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં  શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું 3 - image

આ શાળામાં લોકશાહી ઢબે શાળા સંસદની ચૂંટણી તથા શાળા મહામંત્રી તથા મંત્રીમંડળની રચના કરવામાં આવી. શાળાની બાલવાટીકાથી ધોરણ-8ની તમામ વિદ્યાર્થીનીઓ મતદાતા તરીકે અને 10 વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં જુદી જુદી ફરજ નિભાવી હતી. ત્યારબાદ મહામંત્રી ઉપમંત્રી, વ્યવસ્થા મંત્રી, સ્વચ્છતા મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, પ્રાર્થના મંત્રી, ઇકો ક્લબ મંત્રી, જેવા વિવિધ મંત્રીઓની શપથવિધિ દ્વારા સંસદનું હુબહુ જ્ઞાન આપ્યું હતું. દેશમાં રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. મહામંત્રી તરીકે રાવળ સંધ્યા મહેશભાઈ, ઉપ મહામંત્રી તરીકે ધારીકર અર્ચના વિકાસરામની બહુમતીથી વરણી થઈ હતી. 

લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં  શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું 4 - image

આ ઉપરાંત મોરાભાગળ ખાતે આવેલી તાજી સુભાષચંદ્ર બોઝ મિશ્ર પ્રાથમિક શાળા ક્રમાંક 159 માં પણ બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે પ્રક્રિયા થાય એ રીતે બાળકોને પહેલાં જે ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહેવાના હતા તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકો દરેક વર્ગમાં પ્રચાર માટે પણ ગયા હતા અને જેવી રીતે ભારતીય સંવિધાનમાં લોકશાહીએ આપણો અધિકાર છે એ મહત્વ સમજાવવા માટે બાળકોની ઇવીએમ દ્વારા જેમ આપણે લોકશાહીમાં ચૂંટણી કરીએ છીએ એ પ્રકારની ચૂંટણી કરવામાં આવેલ હતી. બાળકોએ પૂરી પ્રક્રિયા જેવી રીતે આખું ચૂંટણી પંચ કાર્ય કરે એ જ રીતે શાળાના નાના બાળ સંસદોએ પ્રક્રિયાની નિભાવી હતી અને આ રીતે લોક બાળ સંસદની ચૂંટણી શાળામાં યોજાય હતી. વિજેતા બાળ સાંસદોને શાળામાં વિવિધ સમિતિના મંત્રી અને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવશે અને વિધિવત તેમની શપથવિધિ પણ કરવામાં આવી હતી.લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ : સુરતમાં  શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું 5 - image


Google NewsGoogle News