Get The App

ભારત સરકારના મોડલ ફાયર સ્ટેશનની કમિટિમાં સુરત પાલિકાના ચીફ ફાયર ઓફિસરની પસંદગી થઈ

Updated: Aug 11th, 2023


Google NewsGoogle News
ભારત સરકારના મોડલ ફાયર સ્ટેશનની કમિટિમાં સુરત પાલિકાના ચીફ ફાયર ઓફિસરની પસંદગી થઈ 1 - image


- ભારતમાં  મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટેની કમિટિની રચના થઈ છે

- ભારતમાં 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનાવવા આયોજન 

સુરત,તા.11 ઓગષ્ટ 2023,શુક્રવાર

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આખા દેશમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટેની કમિટીની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના મોડલ ફાયર સ્ટેશનની કમિટિમાં સુરત મહાનગર પાલિકાની ચીફ ફાયર ઓફિસરની પસંદગી કરવામાં આવી છે. આ કમિટિ દ્વારા ભારતમાં 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનાવવા આયોજન કરવામાં આવશે. 

સુરતમાં 2019માં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગમાં ધરખમ ફેરફાર આવ્યા છે. આ દુર્ઘટના બાદ સુરત પાલિકાના ફાયર વિભાગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. સુરત જે રીતે ફાયરની પોલીસી બનાવી રહી છે તેના કરતાં પણ વધુ સારી રીતે ફાયરની સુવિધા દેશભરમાં ઉભી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનાવવા આયોજન કરી રહી છે તેના માટે મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટેની કમિટીની રચના થઈ છે આ કમિટીમાં સુરત મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનો સમાવેશ કરવામા આવ્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાંથી મોડેલ ફાયર સ્ટેશન બનાવવા અંગેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં એક-એક ફાયર સ્ટેશનને મોડેલ ફાયર સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. એક મોડેલ ફાયર સ્ટેશન પાછળ અંદાજે છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

 કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નિમણૂંક કરવામાં આવેલી વિશેષ કમિટીમાં પહેલી વખત ગુજરાત રાજ્યમાંથી કોઈ મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસરની પસંદગી થવા પામી છે. સુરત મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંતકુમાર પરીખની આ કમિટીમાં નિમણૂંકને પગલે મનપાના ફાયર વિભાગ સહિત વહીવટી તંત્રમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News