સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગતા અંગેના પ્રમાણપત્રમાં વધારો કરી 21 પ્રકારના આપવાનું શરૂ
- અગાઉ 8 પ્રકારના દિવ્યાગતાના પ્રમાણપત્ર અપાતા હતા
સુરત, તા. 16 ડિસેમ્બર 2019 સોમવાર
સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં અગાઉ 8 પ્રકારની ખામીઓ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવતા હતા. તે વધારીને 21 પ્રકારના દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે અમુક પ્રકારની ખામીઓ હોવા છતાં આ પ્રમાણપત્રથી વંચિત રહેતા હતા. તેવા 13 પ્રકારની ખામીઓવાળા વ્યક્તિઓને હવે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળવાનું શરૂ થયું છે.
નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડૉક્ટર કેતનભાઇ નાયકે જણાવ્યું હતું કે વર્ષ 2017 પહેલા સુરત નવી સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં હલન-ચલનની વિકલાંગતા, માનસિક અસ્થિરતા, અંધત્વ, શ્રવણ સબંધિત ખામી ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપવામાં આવતા હતા. સરકાર દ્વારા વર્ષ 2017માં આરોગ્ય અંગેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ બાદ વધુ ચાર પ્રકારની ખામી ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું હતું. જેમાં એસિડ અટેક વિક્ટીમ, મગજના અન્ય રોગો, હીમોફીલિયા- થેલેસીમિયા અને સિકલ સેલ એનિમિયા સમાવવામાં આવ્યા બાદ 8 પ્રકારની ખામીઓ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવતા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારના નવા કાયદાના અમલના કારણે અગાઉ 8 પ્રકારની દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાની બાબતમાં વધારો કરી કુલ 21 પ્રકારની વિવિધ તકલીફો કે ખામી ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ પ્રમાણપત્ર નવી સિવિલ સહિત સરકારી હોસ્પિટલો તથા મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો આ પ્રમાણપત્ર આપવા આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. 21 પ્રકારની વિવિધ ખામીઓ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાગતા અંગેનું પ્રમાણપત્ર મળશે. જેમાં હલનચલન નીદિ વ્યાગતા, સેરેબ્રલપાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લેપ્રસી કર્યોડ, ડોફિઝમ, એસિડ એટેક, અંધત્વ, અલ્પ દ્રષ્ટિ, સ્પીચ અને લેંગ્વેજ ડિસેબિલિટી, સાંભળવાની ક્ષતિ, મન બુદ્ધિ અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર, ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર, માનસિક બીમારી, ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશન, મલ્ટીપલ સ્કેલોરોશીશ, પાર્કિન્સન્સ ડિસીઝ, બ્લડ ડિસોર્ડર હીમોફીલિયા, બ્લડ ડિસોર્ડર થેલેસેમિયા, બ્લડ ડિસોર્ડર સિકલ સેલ ડિસીઝ, બહુવિધ દિવ્યાંગતા અને સ્પેસિફિક લનીરનો તકલીફો ધરાવતા વ્યક્તિઓને સમાવેશ થાય છે.
જો કે જે વ્યક્તિ કોને ખામીઓ હોવા છતાં દિવ્યાગતાનો લાભ મળતો ન હતો. જેથી સરકારી વધુ 13 પ્રકારની ખામીઓ ધરાવતા વ્યક્તિઓને આ પ્રમાણપત્ર મળે એ માટે સમાવવામાં આવ્યા છે.