સુરત પાલિકાના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે 'વિશ્વ પર્યાવરણ દિન'ની ઉજવણી
સુરત,તા.5 જુન 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકાએ આજે બાયોડાયવર્સિટી પાર્ક ખાતે 'વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી. બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટ ખાતે વૃક્ષારોપણ તેમજ હોમ ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત પાલિકાના બાયોડાયવર્સિટી પાર્કમાં થયેલા પ્રોજેક્ટમાં થીમ ઝીરો પ્લાસ્ટિક યુઝ અને વ્રુક્ષો વાવો પર રાખવામાં આવી હતી. પાલિકાના અધિકારી, પદાધિકારીઓ દ્વારા આ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાયોડાયવર્સિટી પાર્ક ખાતે ઉપસ્થિત શહેરીજનોને હોમ ગાર્ડનીંગ વિશે જરૂરી અને તેને સરળ બનાવવાની રસપ્રદ પદ્ધતિની માહિતી આપવામા આવી હતી. આ ઉપરાંત હોમ ગાર્ડનીંગ કેવી રીતે એક સ્ટ્રેસ બસ્ટરનો ભાગ ભજવે છે તે લોકોને સમજાવ્યું હતું. ઉપરાંત, બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના ઈજારદાર તથા તેઓના સુપરવાઈઝર અને કામદારોને મિયાવાકી પ્લાન્ટેશન પદ્ધતિની સમજ આપવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ શહેરીજનોને હોમ ગાર્ડનીંગ એક્ષ્પર્ટ હસ્તે જ્યુટ બેગ, કેપ, બાયોડાયવર્સિટી પાર્ક બ્રોશર તથા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.