ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલના પુત્ર કોરોના સંક્રમિત થયા, હાલ તબિયત સ્થિર
સુરત, તા. 26 નવેમ્બર 2020, ગુરૂાવર
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ કોરોના સંક્રમિત થયા છે. હાલમાં રિપોર્ટ પોઝિટિવ આવતા જીજ્ઞેશ હોમ કોરોન્ટાઈન થયાં છે. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું કહી રહ્યા છે. નોંધનિય છે આ પહેલા સીઆર પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
રાજ્યમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે માસ્ટર પ્લાન અંગે બેઠક કરી છે. જેમા રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં કોરોના વેક્સિન ટ્રાયલ, રાજ્યના 4 મનપા વિસ્તારમાં વધતાં કેસ આરોગ્ય સુવિધા અને બેડની સ્થિતી અંગે પણ ચર્ચા હાથ ધરવવામા આવી. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર તેમજ કોરોનાની હાલની સ્થિતીનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1560 નવા કેસ નોંધાયા. 16 લોકોના થયા મૃત્યુ. અમદાવાદમાં 337 નવા કેસ નોંધાયા, સુરત માં 231, વડોદરામાં 140, રાજકોટમાં 87, જામનગરમાં 87, મહેસાણા જિલ્લામાં 40, જૂનાગઢમાં 13, અમરેલી, મોરબી અને સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગર જિલ્લામાં 17, નર્મદામાં 10, અરવલ્લી જિલ્લામાં 6, નવસારીમાં 6, તાપી જિલ્લામાં 5, કેસ નોંધાયા. રિકવરી રેટ 90.93%. કુલ અત્યાર સુધી 2 લાખ 3 હજાર 509.