Get The App

પાંડેસરા ચીકુવાડી બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી કારને બસે ટક્કર મારી: કોઈ જાનહાની નહીં

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
પાંડેસરા ચીકુવાડી બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી કારને બસે ટક્કર મારી: કોઈ જાનહાની નહીં 1 - image


સુરત પાલિકાના બીઆરટીએસ રુટ પર અકસ્માત માટે  બસ ડ્રાઈવર નું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. પાલિકાએ બીઆરટીએસ રુટમાં સ્વીંગ ગેટ ફરીથી શરૂ કર્યા હોવા છતાં ખાનગી વાહનો બેરોકટોક બીઆરટીએસ રૂટમાં દોડી રહ્યાં છે આજે ફરી એક વાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં વધુ એક વાર કાર ચાલક ઘુસી ગયો હતો. જેના કારણે  પાંડેસરા ચીકુવાડી બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી કારને બસે ટક્કર મારી જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પાલિકાએ બીઆરટીએસ રુટમાં વાહન ચલાવતા ચાલક સામે કાર્યવાહીની કવાયત શરુ કરી છે. 

સુરત પાલિકાના બીઆરટીએસ રુટ એવા ઉધના દરવાજા-ઉન બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો નું દુષણ છે જેના કારણે સૌથી વધુ અકસ્માત થઈ રહ્યા છે. આજે વધુ એક કાર ચાલક બીઆરટીએસ રૂટમાં વાહન દોડાવતો જોવા મળ્યો હતો. આજે પાંડેસરા ચીકુવાડી વિસ્તારના બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક વાહન દોડાવતો હતો ત્યારે પાછળથી આવતી એક સીટી બસે કારને ટક્કર મારી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ અકસ્માત બાદ ફરી એક વાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી દોડતા હોવાના દુષણને ડામવા માટેની માગણી થઈ રહી છે.


Google NewsGoogle News