Get The App

લ્યો બોલો..! સુરત પાલિકાની સીટી બસના કંડકટરની દાદાગીરી અટકવાનું નામ નથી લેતી, સિનિયર સિટીઝન સાથે કરી ગેરવર્તણૂક

Updated: May 26th, 2023


Google NewsGoogle News


લ્યો બોલો..! સુરત પાલિકાની સીટી બસના કંડકટરની દાદાગીરી અટકવાનું નામ નથી લેતી, સિનિયર સિટીઝન સાથે કરી ગેરવર્તણૂક 1 - image- સિનિયર સિટીઝનને કંડકટર પાસે ટિકિટ માગી તો ટિકિટ ન આપી તોછડુ વર્તન કર્યું 

- રેલ્વે સ્ટેશનથી પાલ તરફ આવતી સીટી બસમાં તોછડું વર્તન કરતા સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો કોર્પોરેટરે બસ અટકાવી વિજિલન્સ વિભાગને જાણ કરી

સુરત,તા.26 મે 2023,શુક્રવાર

સુરત પાલિકાની સામુહિક પરિવહન સેવા ડ્રાઈવર અને કંડક્ટરના વ્યવહારના કારણે સતત વિવાદમાં આવે છે., આજે ફરી એક વાર કન્ડક્ટરે પૈસા લઈ ટિકીટ ન આપી હોવાનો મામલો સામે આવ્યો છે. પૈસા આપનારા સિનિયર સીટીઝને ટીકિટ માગતા તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ અંગેની ટેલિફોનિક જાણ સ્થાનિક કોર્પોરેટરને કરતાં કોર્પોરેટરે પાલિકાના વિજીલીન્સ વિભાગને જાણ કરી કન્ડક્ટરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. 

હાલમાં જ ગત રવિવારે બીઆરટીએસ રૂટમાં બસ સામસામે થઈ ગઈ હતી આ ઉપરાંત એક બસના ડ્રાઈવરે રોંગ સાઈડમાં સીટી બસ દોડાવી  હતી તે વિવાદ સમે છે તે પહેલાં જ પાલિકાની સીટી બસના કંડકટરનો વહેવાર લોકોમાં રોષનું કારણ બની રહ્યો છે. સુરત પાલિકાના ડ્રાઈવર અને કન્ડક્ટરના વિવાદી વહેવારના કારણે પાલિકા તંત્ર બદનામ થઈ રહ્યું છે.

આ વિવાદ આજે વધુ વકરી રહ્યો છે જેમાં સુરત રેલ્વે સ્ટેશનથી પાલ તરફ આવતી સીટી બસમાં અડાજણ વિસ્તારના અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. દરમિયાન એક સિનિયર સિટિઝને કન્ડક્ટરને પૈસા આપીને ટિકિટની માગણી કરી હતી. કંડકટરે પૈસા લઈ લીધા હતા પરંતુ ટિકિટ આપી ન હતી. સિનિયર સીઝીટને પૈસા આપ્યા હોવાથી વારંવાર ટિકિટની માગણી કરતાં કંડક્ટરે અભદ્ર ભાષામાં વાત કરી અને ટિકિટ નહીં મળે તેવી વાત કરી હતી.  આ બખેડો ચાલતો હતો દરમિયાન અડાજણ વિસ્તારમાં રહેતા ભાજપના એક મહિલા કોર્પોરેટરે અડાજણ વિસ્તારના કોર્પોરેટરને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી હતી. કોર્પોરેટરે ટીજીબી સર્કલ પાસે બસ ઉભી રખાવી હતી અને અન્યને પુછપરછ કરતાં ફરિયાદમાં તથ્ય જણાયું હતું. ત્યારબાદ પાલિકાના વિજિલન્સ વિભાગને જાણ કરીને સ્થળ પર બોલાવ્યા હતા તથા મુસાફર સાથે ગેરવ્યાજબી વર્તન કરનારા કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે મુસાફરો સાથે ગેરવર્તન કરનારા કન્ડક્ટરને ન્યાય મળ્યો હતો.


Google NewsGoogle News