શહેરના રહેણાંક વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા કે બિલ્ડીંગ મટીરીયલ્સનો સંગ્રહ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
શહેરના રહેણાંક વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા કે બિલ્ડીંગ મટીરીયલ્સનો સંગ્રહ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ 1 - image


Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરી આક્રમક કરી રહી છે. સુરત પાલિકાની આ કામગીરી સામે કેટલાક સુરતીઓ વિલન બની રહ્યા છે. શહેરના રહેણાંક વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા કે બિલ્ડીંગ મટીરીયલ્સ નો સંગ્રહ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ બની રહ્યો છે. શહેરના રહેણાંક વિસ્તારમાં ખાનગી પ્લોટ માં ગેરકાયદે બિલ્ડીંગ મટીરીયલ્સ નો સંગ્રહ થઈ રહ્યો છે તેના કારણે રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાવવા સાથે શહેરની સ્વચ્છતા સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

સુરત પાલિકા તંત્ર દ્વારા તમામ ઝોનમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસું  વહેલું આવે તેમ હોવાથી પાલિકા તંત્રએ પ્રિમોન્સુન કામગીરી ની ઝડપમાં વધારો કર્યો છે. ા પાલિકા તંત્ર પ્રિમોન્સુન કામગીરી માટે સંખ્યાબંધ કર્મચારીઓ વધારીને કામગીરી કરી રહી છે પરંતુ બીજી તરફ શહેરના કેટલાક ખાનગી પ્લોટ માં મોટાપાયે ઈંટનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. તો કોઈ જગ્યાએ રેતી કપચી સાથે છારુ અને અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ નો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.  

શહેરના રહેણાંક વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા કે બિલ્ડીંગ મટીરીયલ્સનો સંગ્રહ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ 2 - image

શહેરમાં બાંધકામ થતું હોય અનેક સામાન્ય લોકોના ઘર બહાર બિલ્ડીંગ મટીરીયલ્સ કે ઈંટ જેવી વસ્તુઓ પડી હોય તો પાલિકા તંત્ર આક્રમક બની ને દંડ ફટકારવા સાથે આવા સામાન જપ્ત કરવાની કામગીરી પણ કરે છે.   પરંતુ અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારને લાગુ કેટલીક જગ્યામાં ઈંટ નો  જથ્થો, બિલ્ડીંગ મટીરીયલ્સ જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે તેમાંથી મોટા ભાગના કિસ્સામાં પાલિકાની કોઈ જાતની મંજૂરી પણ આપવામાં આવી નથી.  આવી રીતે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બિલ્ડીંગ મટીરીયલ્સનો સંગ્રહ કરનારા સામે પાલિકા કોઈ પગલાં ભરતી ન હોવાથી આસપાસના લોકો ના આરોગ્ય માટે ખતરો છે અને કોઈ અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આવા સંગ્રહ કરવાના કારણે આસપાસના વિસ્તારની સફાઈ થતી ન હોય સુરત શહેરની સ્વચ્છતા માટે પણ ખતરો ઉભો થયો છે. રહેણાક વિસ્તારની આસપાસ ઈંટના ઢગલા અને બિલ્ડીંગ મટીરીયલ્સ જથ્થા સાથે સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે પરંતુ પાલિકા તંત્ર કોઈ કામગીરી કરી ન હોવાથી શહેરી સુંદરતા સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


Google NewsGoogle News