Get The App

સુરતના સ્લમ વિસ્તારમાં ગંદકી માટે પાલિકા અને લોકો બન્ને જવાબદાર

Updated: Aug 7th, 2023


Google NewsGoogle News
સુરતના સ્લમ વિસ્તારમાં ગંદકી માટે પાલિકા અને લોકો બન્ને જવાબદાર 1 - image


- રોગચાળા વચ્ચે માન દરવાજા વિસ્તારમાં ભારે ગંદકીથી લોકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ

- માનદરવાજા ટેનામેન્ટ, સ્લમ વિસ્તારમાં 250થી વધુ પરિવાર ગંદકીમાં રહેવા મજબૂર : લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ડર

સુરત,તા.7 ઓગષ્ટ 2023,સોમવાર

સુરત પાલિકાના કેટલાક વિસ્તારમાં રોગચાળો ફેલાતા પાલિકા તંત્ર એલર્ટ બન્યું છે અને શહેરના મોટા ભાગના વિસ્તારમાં સફાઈનું અભિયાન ચલાવવામાં આવે છે. જોકે, પાલિકાનું આ મહા સફાઈ અભિયાન હજી કેટલાક સ્લમ વિસ્તારમાં પહોંચ્યું નથી. પ્રજા અને પાલિકા બન્નેની ઘોર બેદરકારીના કારણે માનદરવાજા ટેનામેન્ટ અને સ્લમ વિસ્તારમાં પારાવાર ગંદકી ફેલાઈ રહી છે. પાલિકા તંત્ર આ વિસ્તારમાં સફાઈ નહી કરે તો આ વિસ્તારના લોકોમાં રોગચાળો થાય તેવી દહેશત છે.

 સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી સફાઈની કામગીરી થતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ વિસ્તારમાં ભારે ગંદકી હોવાના કારણે  માનદરવાજા ટેનામેન્ટ અને આસપાસ આવેલી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા 250 પરિવારોની હાલત કફોડી થઈ રહી છે. અને લોકોમાં રોગચાળો ફેલાઈ તેવી દહેશત થઈ રહી છે. આ ગંદકી તાકીદે સફાઈ કરવામાં આવે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.


Google NewsGoogle News