Get The App

સુરતના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે યોજાય છે "પુસ્તક પરબ"

- વાચકોને વાંચવા માટે આપવામાં આવે છે નિ:શુલ્ક પુસ્તકો

- મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પ્રેમીઓ લે છે "પુસ્તક પરબ"ની મુલાકાત

Updated: Nov 7th, 2021


Google NewsGoogle News
સુરતના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે યોજાય છે "પુસ્તક પરબ" 1 - image


સુરત, તા. 07 નવેમ્બર 2021 રવિવાર

કહેવાય છે કે પુસ્તક એક સારા મિત્રની ગરજ સારે છે અને પુસ્તકોમાંથી આપણે અઢળક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે સુરતના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે વાચકોની વાંચનની ભૂખ સંતોષવા માટે દર મહિનાનાં પહેલા રવિવારે પુસ્તક પરબ ખુલ્લી મુકવામાં આવે છે જેનો નિશુલ્ક લાભ ઉદ્યાનમાં આવતા લોકો લઇ રહ્યા છે.

સુરતનાં લોકો જેમ જમણમાં પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ રહ્યા છે. સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું નામ બની ગયું છે. સુરતના અડાજણ વિસ્તારના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન અડાજણ ખાતે મહિનાના પ્રથમ રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવે છે. ત્યારે સવારે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ પોતાના મનગમતાં પુસ્તકો વાંચન માટે ઘરે લઇ જાય છે અને બીજા મહીને પ્રથમ રવિવારે તે પુસ્તકો પરત કરી જાય કે બદલાવી જાય છે. આ કાર્ય તદ્દન નિશુલ્ક રીતે કરવામાં આવે છે, આ કાર્યમાં કેટલાક સેવાભાવી યુવાનો સેવા આપી રહ્યા છે.

આ પુસ્તક પરબનો લાભ લેવા કેટલાક ગૃહસ્થો તો નિયમિત આવતા જ હોય છે ત્યારે હવે ઉદ્યાનમાં આવતો યુવા વર્ગ પણ પુસ્તકો પ્રત્યે આકર્ષાયો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે પુસ્તક પરબ ના કાર્યકર્તાએ કહ્યુ કે" કોઈ પાસે વાંચી લીધેલા પુસ્તકો પડ્યા હોય અને ફરી તેનો ઉપયોગ ના કરવાના હોય તો તે પુસ્તકો આપ અમને ભેટ સ્વરૂપે આપી શકો છો. જેથી એ પુસ્તકોનો સુરતની જનતા લાભ લઇ શકે. આજના આધુનિક યુગમાં જયારે લોકો મોબાઈલની માયાજાળમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે આ પુસ્તક પરબ એક એવું મધ્યમ છે જે લોકોને ફરીથી પુસ્તકો તરફ દોરી શકે છે.

આ પુસ્તક પરબમાં નવલકથા, વાર્તા, કવિતા, આધ્યાત્મિક, પ્રકૃતિ વિષયક તથા સામાજિક પુસ્તકો આપને વિના મુલ્યે વાંચવા મળશે. અહીંથી આપ પોતાને ગમતા 2 પુસ્તકો વિના મુલ્યે માત્ર નોંધણી કરાવીને વાંચવા લઇ જઈ શકો છો અને ફરીથી જયારે પણ પુસ્તક પરબની મુલાકાત લો ત્યારે પરત કરી શકો છો.

SuratBook

Google NewsGoogle News