Get The App

સુરત: ઓલપાડના પેટ્રોલ પંપ પાસે વારાફરથી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી

- તક્ષશિલા કાંડ જેવી સુરતમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ

- સળગી રહેલી ટ્રક પાસે સ્કૂલ બસ અને અન્ય ટ્રક તથા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ આ ત્રણે વાહનો આગની ઝપેટમાં આવ્યા

Updated: Jan 9th, 2020

GS TEAM


Google News
Google News
સુરત: ઓલપાડના પેટ્રોલ પંપ પાસે વારાફરથી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી 1 - image

સુરત, તા. 9 જાન્યુઆરી 2020 ગુરૂવાર

ઓલપાડ તાલુકાનાં માસમા ગામ પાસે આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકની કેબિનમાં આગ લાગતા વારા ફરથી બોમ્બની જેમ 100થી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી ગઈ હતી જ્યારે 50થી 75 જેટલા ગેસ સિલિન્ડરો ફંગોળાયા હતા. સળગી રહેલી ટ્રક પાસે અન્ય ટ્રક અને સ્કુલ બસ તથા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

સુરત: ઓલપાડના પેટ્રોલ પંપ પાસે વારાફરથી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી 2 - imageજોકે સદ્નશીબે 24 જેટલા વિદ્યાર્થીઓ બસમાંથી ઉતર્યા બાદ સિલિન્ડર બ્લાસ્ટ સાથે સ્કૂલબસ તથા ટ્રક અને રીક્ષા આગની ઝપેટમાં આવી જતા ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડના પોલીસનો કાફલો અને આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ હજીરાની કંપનીમાંથી 330 જેટલા ગેસ સિલિન્ડર ટ્રકમાં મુકીને (G-j -19 -X-6612) આજે વહેલી સવારે ઓલપાડ તરફ જતા હતા. તે સમયે ઓલપાડ રોડ પર માસમા ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપથી 50 મીટર દૂર ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકમાં વાયરીંગ શોર્ટ સર્કિટ થતા કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી સિમેન્ટ ભરેલી ટ્રક (G J 5 BT 4048) ચાલકે ઓલપાડ જવાનો પ્રયત્ન કરતી વખતે જહાંગીરપુરા રોડની રેડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ બસ (G-J -5- BV -1339) સાથે અકસ્માત સર્જાયો હતો અને બસની પાછળ રીક્ષા અથડાઈ હતી.

સુરત: ઓલપાડના પેટ્રોલ પંપ પાસે વારાફરથી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી 3 - imageસ્કૂલ બસના ચાલક સહિતના વ્યક્તિઓએ સમય સૂચકતા વાપરીને બસમાં બેસેલા 24 જેટલા માનસૂન વિદ્યાર્થીઓને તરત જ નીચે ઉતારી દૂર ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા ત્યારબાદ ત્રણ મિનિટમાં જ વારાફરતી બોમ્બની જેમ દોઢસો જેટલા સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયા હતા અને તે ઉછળીને દૂર દૂર સુધી ફંગોળાયા હતા.

બાદમાં સિમેન્ટ ભરેલી ટ્રક, સ્કૂલ બસ અને રિક્ષા પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરમિયાન સ્કૂલ બસના ડ્રાઇવરને આ બનાવમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે ફાયર ઓફિસર સૃષ્ટિ ધોબી અને ફાયરજવાનોને જાણ થતાં તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા. બાદમાં અડાજણ અને પાલનપોર ફાયર સ્ટેશનની ગાડી ત્યાં ધસી ગઈ હતી ફાયર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

સુરત: ઓલપાડના પેટ્રોલ પંપ પાસે વારાફરથી 150 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધરા ધ્રૂજી 4 - imageસિલિન્ડર બ્લાસ્ટનો જોરદાર ધડાકો દૂર દૂર સુધી સંભળાતો હતો. જેથી આજુબાજુના ગામના લોકો ત્યાં ધસી આવ્યા હતા ત્યાં પોલીસ જવાનો ત્યાંનો રોડ બંધ કરી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. જોકે ચાર કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

Tags :