સુરત પાલિકાની સામાન્ય સભા પહેલા રામ નામના ખેસ સાથે ભાજપના કોર્પોરેટરોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા રામમય બની
સુરત,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ સંભળાય હતી. સુરતમાં નગરપાલિકાની આજની સામાન્ય સભા પહેલા ભાજપના કોર્પોરેટરો રામ નામ લખેલા જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.
22 જાન્યુઆરી 2014 નો દિવસે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચી ગઈ હતી. સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ હતી પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરોએ ફોટો શેસન કર્યો હતો. થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટરો ઊભા થઈને એક સાથે ઉભા થઈને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.
ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી . સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરો પોતાનો પ્રતિભાવ રૂચી કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા.