એક સમયના કટ્ટર રાજકીય હરીફ એવા કાશીરામ રાણાની મેડિકલ કોલેજમાં ભાજપ પ્રદેશ પ્રમુખ
- ગુજરાતને ગ્રહણ લાગે તેવા લોકોથી બચવાનું છે, આપણે કોઈ લોભ લાલચમાં આવવાનું નથી : સી.આર. પાટીલ
- મફતમાં લેવા ગયાં તેવા શ્રીલંકાની હાલત આપણે જોઈ રહ્યાં છે, આપણે કોઈની લોભ લાલચમાં આવવાનું નથી
સુરત, તા.26 મે 2022,ગુરૂવાર
ગુજરાત ભાજપા એક સમયના સુપ્રિમો અને ત્યાર ભાજપ સાથે છેડો ફાડનાર સ્વ. કાશીરામ રાણા ની મેડિકલ કોલેજમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કેજરીવાલનું નામ લીધા વિના મફતની રાજનીતિમાં દેશને મોટું નુકસાન થાય છે તેમ કહી શ્રીલંકાનું ઉદાહરણ આપ્યું હતું. કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું હતું ગુજરાતી સિદ્ધિ જોઈને કોઈ તેના પર ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે છે તેનો જવાબ આપવો જોઈએ.
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયાનું યુદ્ધ ચાલી રહ્યું હતું તે હવે ભાષણ ના મંચ પર આવી ગયું છે. સ્વ. રાણાની મેડિકલ કોલેજના એક કાર્યક્રમ વખતે ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલે આજે વધુ એક વખત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની મફતની રાજનીતિ પર ચાબખા માર્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે કહ્યું હતું,,ગુજરાતની સમૃદ્ધિને જો કોઈ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે તો તેને કોઈ કાળે સાંખી લેવામાં નહી આવે અને ગુજરાતના લોકો જ આનો જવાબ આપશે
કેજરીવાલ મોહલ્લા ક્લિનિક ની વાત કરીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમણે ગુજરાતમાં આરોગ્યની સુવિધા પ૨ નજ૨ કરવાની ખાસ જરૂર છે.
શિક્ષણના મુદ્દે આપ દ્વારા બુમરાણ મચાવવામાં આવી રહી છે વાહિયાત અને પોકળ છે. આજે ગુજરાતના અંતરિયાળ ગામોમાં પણ પ્રાથમિક શાળા થકી ગરીબ-પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેજરીવાલ અનેક સુવિધાઓ માં રાહત અને મફત મુદ્દે તેઓએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મફતનું ખાવાની આદત જ નથી. આપ દ્વારા જે મફતની વાત કરવામાં આવી રહી છે તેનાથી રાજ્યની પ્રજાએ સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારની લાલચને કારણે ગુજરાતના સમૃદ્ધિન સીધી રીત અસર થઈ શકે છે. આવી રાજનીતિના કારણે આજે શ્રીલંકા ની હાલત કફોડી થઈ રહી છે તેવી હાલત ગુજરાતની ન થાય તે માટે ગુજરાતની પ્રજા સમજદાર છે.