Get The App

સુરતના સ્વિમિંગ પુલમાં ફીમાં વધારાનો વિરોધ થતાં શાસકો બેકફૂટ પર : પાલિકાના ભાજપ શાસકોએ ફી ઘટાડવા કમિશ્નરને નોંધ મૂકી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સુરતના સ્વિમિંગ પુલમાં ફીમાં વધારાનો વિરોધ થતાં શાસકો બેકફૂટ પર : પાલિકાના ભાજપ શાસકોએ ફી ઘટાડવા કમિશ્નરને નોંધ મૂકી 1 - image


- સ્વિમિંગ પુલની ફીનો વિરોધ થતાં સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિ.કમિશ્નરને પત્ર લખીને સ્વિમિંગ પુલની ફીના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે : આગામી દિવસોમાં ફીમાં ઘટાડો થાય તેવી શક્યતા 

સુરત,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરવાના નિર્ણય સામે ચારેય તરફથી વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા વિવિધ સ્વિમિંગ પુલ બહાર સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્વિમિંગ પુલ બહાર વિરોધ પ્રદર્શનને કારણે શાસકો બેકફૂટ પર આવી ગયા છે. પાલિકાના ભાજપ શાસકોએ સ્વિમિંગ પુલની ફી ઘટાડવા મ્યુનિ. કમિશ્નરને નોંધ મૂકી છે,

સુરતના સ્વિમિંગ પુલમાં ફીમાં વધારાનો વિરોધ થતાં શાસકો બેકફૂટ પર : પાલિકાના ભાજપ શાસકોએ ફી ઘટાડવા કમિશ્નરને નોંધ મૂકી 2 - image

સુરત મહાનગરપાલિકા દ્વારા 18 સ્વિમિંગ પુલની ફીમાં 80થી 300 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે. ગઈકાલે સિંગણપોર અને આજે સવારે ડિંડોલી સ્વિમિંગ પુલ બહાર ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ આગામી દિવસોમાં વધુ વધે તેવી શક્યતા છે અને કેટલાક સભ્યોએ ભાજપ શાસકો અને પાલિકા ફીમાં ઘટાડો નહીં કરે તો આક્રમક વિરોધ કરવા માટેની ચીમકી પણ આપી હતી. 

સ્વિમિંગ પુલની ફીમાં વધારા સામે સતત વિરોધ પ્રદર્શન થતાં શાસકોની આંખ ઉઘડી છે અને બેકફુટ પર આવી ગયા છે. પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે આજે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, સુરત મહાનગર સંચાલિત તમામ 18 સ્વિમિંગ પુલના સરળ સંચાલન સુરક્ષા અને નિભાવ માટે માસિક સાધારણ સભા ઠરાવ નં.171/2018, તા.30-05-2018 તેમજ તા.26-06-2019 ના રોજ તાત્કાલિન મ્યુ.કમિશ્નરની મંજુરી હેઠળ 18 સ્વિમીંગ પુલના ફી ના ધોરણો નકકી કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ પછી આ ફીમાં વધારો કરવા માટે જરૂરિયાત ઊભી થઈ હતી.જેને ધ્યાને રાખીને માસિક સાધારણ સભા ઠરાવ નં.474/2023, તા.229—2023 થી સ્વીમીંગ પુલની ફી ના ધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ આ ફી વધારાના કારણે સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકોને મુશ્કેલી નડી રહી છે. તેથી સ્વિમિંગ પુલના સભ્યોના હિતને ધ્યાને રાખીને મીંગ પુલના નવા નીતિ નિયમો અને ધોરણોમાં ફેરવિચારણા કરવાની જરૂરીયાત જણાય આવે છે. જેથી માસિક સાધારણ સભા ઠરાવ નં.474/2023, તા.229-2023 થી નકકી કરેલ નવી ફી તેમજ જરૂરી હોય તેવા નીતિ નિયમોમાં વ્યવહારુ અભિગમ દાખવી તેમાં સુધારા કરવા અર્થે ઘટતી કાર્યવાહી અગ્રતા ધોરણે કરવા જણાવ્યું છે. જેના કારણે હવે આગામી નજીકના દિવસોમાં સ્વિમિંગ પુલની ફીમાં ઘટાડો થાય તેવી શક્યતા વધુ તેજ બની છે.


Google NewsGoogle News