સુરત પાલિકાના ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા કહ્યું આ બજેટ સુરતની 80 લાખ જનતાના વિશ્વાસનું બજેટ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
સુરત  પાલિકાના ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા કહ્યું આ બજેટ સુરતની 80 લાખ જનતાના વિશ્વાસનું બજેટ 1 - image


- સુરતમાં રૂપિયા 8873 કરોડનું કદ ધરાવતા બજેટની સામાન્ય સભાની શરૂઆત જય શ્રી રામના નારા થી શરુ થઈ 

- ભારતમાં સુરત પહેલી એવી પાલિકા છે જેની પાસે પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટ છે : 2030 સુધીમાં સુરતમાંથી જે ગંદુ પાણી આવે છે તેનો 100 ટકા રી-યુઝ થાય તેવી કામગીરીનો દાવો

સુરત,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સિતિએ મંજુર કરેલા 8873 કરોડનું કદ ધરાવતા બજેટની સામાન્ય સભાની શરૂઆત જય  શ્રી રામના નારા થી શરુ થઈ હતી. બજેટની સભામાં ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા કહ્યું આ બજેટ સુરતની  80 લાખ જનતાના વિશ્વાસનું આ બજેટ છે. આ બજેટ ની ખાસ સામાન્ય સભામાં 2030 સુધીમાં સુરતમાંથી જે ગંદુ પાણી આવે છે તેનો 100 ટકા રી યુઝ થાય તેવી કામગીરી નો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. 

સામાન્ય સભામાં બજેટની ચર્ચા કરતાં ર્વ મેયર હેમાલી બોઘાવાવાએ જય શ્રી રામના નારા સાથે બજેટની ચર્ચમાં ભાગ લેતા કહ્યું હતું કે, 80 લાખ સુરતની જનતાના વિશ્વાસનું આ બજેટ છે અને 28 વર્ષના સતત પ્રવાસનું આ વાત છે. સુરતના સામાન્ય નાગરિકને વિકાસમાં વધુ શ્રધ્ધા છે નાનામાં નાનો વાનગી વિકાસની ્ પ્રક્રિયામાં ભાગીદાર બની રહ્યો છે.સુરત પાલિકા 1995થી ભાજપ શહેરના વિકાસ માટે દીર્ઘદ્રષ્ટી રાખી રહી છે તેથી સુરતની પ્રજા છેલ્લા 28 વર્ષથી વિકાસ લક્ષી કામગીરીની વિશ્વાસની મહોર મારી છે તેના કારણે  સુરત શહેરે વિકાસની હરણફાળ ભરી છે. 

1955થી સુરતની પંચ નિષ્ઠા તત્કાલીન મેયર ફકીરભાઈ ચૌહાણે શરુ કરી હતી તે આજે પણ ચાલી રહી છે.તે સમયે  સ્વચ્છ સુરત, રોગ મુક્ત સુરત, હરિયાળું સુરત, સુવિધા યુક્ત સુરત અને તૃપ્ત સુરત માટેનો જે નિર્ણય કર્યો હતો તે આજે સાકાર થઈ ગયો છે. માજી મેયરે 1995 થી 2014 વચ્ચે સુરતની વિકાસ યાત્રા નો ઉલ્લેખ કરીને ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી નો હિસાબ રજુ કર્યો હતો.

સુરત  પાલિકાના ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા કહ્યું આ બજેટ સુરતની 80 લાખ જનતાના વિશ્વાસનું બજેટ 2 - image

  ભાજપના ગેમર દેસાઈએ બજેટ અંગે ચર્ચા કરતા જણાવ્યુ હતુ કે, . 1992થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશવાસીઓના રામમય બની ગયું છે. આ આંદોલન આપણા માટે પ્રભાવી રહ્યું છે. આ સિવાય અન્ય એક જન આંદોલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા માટેનું જન આંદોલન ઉભુ કર્યું છે તેમા દેશમાં બાળકો થી મોટેરા સુધી સ્વચ્છતા પ્રત્યે કટિબધ્ધતા આવી છે. તેમાં પણ સુરતે વડાપ્રધાનના આ આંદોલનને પ્રેરણા લઈને દેશમાં સ્વચ્છતામાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. બજેટમાં વાય જંકશન થી કામરેજ સુધી ઈ બાઈક શેરીંગ પ્રોજેક્ટ માટે જોગવાઈ કરવામા આવી છે જે શરુ થયા બાદ  ટ્રાફિક સમસ્યા નો મહદ અંશે ઉકેલ આવવા સાથે  પ્રદુષણમાં પણ ઘટાડો થશે

આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું સપનું જોયું હતું તે સપનું 8 વર્ષની રાહ જોઈને સુરતે આ સપનું સાકાર કરીને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બની ગયું છે. આરોગ્ય વિભાગે સ્વચ્છતામાં નંબર વન માટે  સ્વચ્છ સુરત સાથે ગ્રીન સુરત રહે તે માટે ડીમોલીશન વેસ્ટ માટે પ્રોસેસ વગર લેન્ડ ફીલિંગ માં કરે તો જમીનને નુકસાન થાય છે તેથી તેનો પ્રોસેસ થઈને રીસાયકલીંગ કરતા જમીનને નુકસાન થતું અટક્યું છે. ભારતમાં સુરત પહેલી એવી પાલિકા છે જેની પાસે પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટ છે  તેનો ઉપયોગ કરીને સુરત પાલિકા હવે પ્લાસ્ટિકના રોડ બનાવી રહી છે. આવી અનેક કામગીરીને પગલે સુરત સ્વચ્છતામાં નંબર વન બની શક્યું છે.

સુરત  પાલિકાના ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા કહ્યું આ બજેટ સુરતની 80 લાખ જનતાના વિશ્વાસનું બજેટ 3 - image

ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ ચર્ચા દરમિયાન કહ્યું હતું.કે સુરત પાલિકા હાલમાં ગંદા પાણીનો રી યુઝ કરવા માટે દેશમાં મોડલ બની રહ્યું છે. સુરત પાલિકા હાલ 30 ટકા ગંદા પાણીનો રિયુઝ થાય તે માટે કામગીરી કરી રહી છે અને વર્ષ 2030 સુધીમાં સુરતમાંથી જે ગંદુ પાણી આવે છે તેનો 100 ટકા રી યુઝ થાય તેવી કામગીરી કરશે. પાલિકાની આ કામગીરી ગુજરાત જ નહીં પરંતુ દેશ માટે ઉદાહરણરૂપ બની રહી છે. 

ભાજપના કોર્પોરેટર વિનોદ ગજેરાએ કહ્યું હતું કે, સુરત પાલિકા સોલાર એનર્જી પર ભાર મુકી રહી છે સુરત પાલિકાએ સોલાર ની કામગીરી કરી છે તેના કારણે  પાલિકાને વાર્ષિક 37 કરોડની વીજ બચત ની બચત થઈ રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં 10 મેગા વોટ અને 13 મેગાવોટના બે પ્રોજેક્ટ માટે આયોજન કરી રહી છે તેના કારણે વધુ સાડા નવ કરોડની આવક થશે. આ સાથે સાથે સુરત પાલિકાની કતારગામ ઝોન ઓફિસને સોલાર બિલ્ડીંગ બનાવવા આયોજન થઈ  રહ્યું છે

હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહીરે બજેટની ચર્ચા માં કહ્યું હતું, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સ્મીમેર હોસ્પિટલ લોકો માટે આર્શીવાદરૂપ બની રહી છે. જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ 4.18 લાખ માતાઓએ લાભ લીધો છે. પ્રસુતિ પહેલા અને પછી માતાઓને ડાયટ આપવામાં આવે છે તેથી અનેક પરિવારો ને ફાયદો થયો છે. આગામી દિવસોમાં સ્મીમેર હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીટી સુવિધા પણ શરુ કરવામા આવશે. સ્મીમેર હોસ્પિટલમાં મોડ્યુલર ઓટી બનાવવા માટે પણ આયોજન થાય તે જરુરી છે.

  પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાઉલજીએ  બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, 2041 સુધીમાં સુરતની વસ્તી એક કરોડને આંબી જાય તે માટે અત્યારથી જ આયોજન થઈ રહ્યું છે વર્ષ 2051 સુધી 1.68 કરોડ થઈ શકે તેવો અંદાજ છે તે માટે પણ આયોજન કરવામા આવી રહ્યું છે. સુરત પાલિકા નવા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે તબક્કાવાર 2586 કરોડના પ્રોજેક્ટ પર કામગીરી કરે છે  

ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠેએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, સુરત પાલિકા સામુહિક પરિવહન ક્ષેત્ર સારી સેવા આપી રહી છે તે ગુજરાતમાં પહેલા નંબરે છે આવનારા દિવસોમાં દુનિયામાં થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2014માં બીઆરટીએસ સેવા શરુ કરવામાં આવી હતી તે વિસ્તરીને હવે શહેરના 95 ટકા વિસ્તારને સામુહિક પરિવહન સેવાથી આવરી લેવામા આવ્યો છે. અને રોજ અઢી લાખથી વધુ લોકો મુસાફરી બસમાં કરી રહ્યાં છે તેના કારણે લોકોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે.


Google NewsGoogle News