સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવિની પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલ
- કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, શાશક પક્ષના રવજી ભાઈ વસાવા, દંડક મુકેશભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા
સુરત,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર
સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણી માટે આજે પક્ષ તરફથી મેન્ડેટ ખુલતા અપેક્ષા મુજબ જ પ્રમુખ તરીકે ભાવિની બેન પટેલનું નામ ખૂલ્યું હતું.
સુરત જિલ્લા પંચાયતના નવા ભવન ખાતે આજે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકમાં જિલ્લા ભાજપ ભરત રાઠોડ પક્ષ તરફથી મેન્ડેટ લઈને આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે ભાવિની પટેલનું નામ ખૂલ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ તરીકે રોહિત ભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, શાશક પક્ષના રવજીભાઈ વસાવા, દંડક મુકેશભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા.
આ નામો ખુલ્યા બાદ તમામ સભ્યો જિલ્લા પંચાયત ઓફિસ પહોંચીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી હતી. આવતીકાલ ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં આ તમામની સતાવાર જાહેરાત થશે.