જૈસે થે જેવી સ્થિતિ: 6 દિવસ બાદ પણ સુરતમાં ખાડીમાં પૂરના પાણી ઓસર્યા નથી, હજુ ઘરો જળમગ્ન, લોકો બન્યા લાચાર

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જૈસે થે જેવી સ્થિતિ: 6 દિવસ બાદ પણ સુરતમાં ખાડીમાં પૂરના પાણી ઓસર્યા નથી, હજુ ઘરો જળમગ્ન, લોકો બન્યા લાચાર 1 - image


Heavy Rain in Surat : સુરત શહેરમાં ગત રવિવારથી શરુ થયેલો વરસાદ ગુરુવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. ગઈકાલે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે.

સતત છઠ્ઠા દિવસે આજે પણ શહેરના સણીયા હેમાદ, મીઠીખાડી, કુંભારીયા ગામમાં સતત છઠ્ઠા દિવસે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તેથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

આ પણ વાંચો : તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયા હતા. સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા.ગઇકાલે સાંજથી જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતાં ગુરૂવારે મોડી રાત્રિ સુધીમાં તમામ ખાડીઓ ડેન્જર લેવલથી નીચે આવી ગઈ હતી. જોકે, હજી પણ ખાડીઓ છલોછલ છે અને તેના કારણે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચો :  નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી

ખાડી પૂરના કારણે સૌથી વધુ અસર સણીયા હેમાદ અને કુંભારીયા ગામ સાથે મીઠી ખાડી વિસ્તારમાં લોકોને થઈ હતી. આજે છઠ્ઠા દિવસે પણ સણીયા હેમાદ, મીઠીખાડી અને કુંભારીયા ગામમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સતત છ દિવસથી લોકોના ઘરમાં અને સોસાયટીની ફરતે પાણી હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.

ખાડી પૂરના ઓસર્યા બાદ રોગચાળાની ભિતિ

સુરત શહેરમાં સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા તથા ખાડી કિનારાના વિસ્તારોની સુરત કમિશનર દ્રારા ગુરૂવારે મુલાકાત લેવામાં આવી હતી અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી તેમજ રાહત કામગીરી બાબતે સુચના આપી હતી. પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નિકળવાની ભિતિ છે. ત્યારે મેડિકલ અને ફાયર ટીમો કાર્યરત છે. ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી છે. તેમજ જરૂરિયાત મંદોને દૂધ, પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. 

સાઉથઝોન બી માં સુરત નવસારી મેન રોડ, ટ્રેન્ચ લાઈન, ઉન સબ્જી માર્કેટ પાસે, શાલીમાર પાર્ક, દરબારનગર ઉન, ઇસ્ટ ઝોન બી સવજી કોરાટ બ્રિજ પાસે, ઇસ્ટ ઝોન એ માં ગીતાંજલિ પોલીસ ચોકી પાસે, ડાહ્યાપાર્ક ચાર રસ્તા પર રોડ રીપેર કામગીરી કરી દેવામાં આવી છે. 


Google NewsGoogle News