અનરાધાર વરસાદના કારણે સુરતમાં ખાડી પુરનું ટેન્શન : ભેદવાડ અને સીમાડા ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા તંત્ર એલર્ટ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
અનરાધાર વરસાદના કારણે સુરતમાં ખાડી પુરનું ટેન્શન : ભેદવાડ અને સીમાડા ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા તંત્ર એલર્ટ 1 - image


Heavy Rain in Surat : સુરત શહેર સાથે જિલ્લામાં પણ ત્રણ દિવસથી પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ફરી એકવાર ખાડી પુરનું સંકટ આવી તેવી  ભીતિ વ્યક્ત થઈ રહી છે. સુરતમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ પર જ વધી રહી છે. જેના કારણે શહેરના 10 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. હજી પણ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાં ખાડીના પાણી પ્રવેશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

સુરત જિલ્લામાં વરસાદનું યથાવત રહ્યું છે અને તેના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીની સપાટી સતત વધતી રહી છે. આજે બપોરે એક વાગ્યે સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ 450 મીટર અને ભેદવાડ ખાડી તેના ડેન્જર લેવલ 7.20 મીટર પર વહી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી છલોછલ છે એટલે સુરતમાં વરસાદ પડે છે તે પાણીનો નિકાલ થતો નથી તેથી આ પાણી હવે લોકોના ઘર અને રસ્તા પર વહી રહ્યાં છે. 

ભેદવાડ ખાડી અને સિમાડા ખાડી બન્ને ડેન્જર લેવલ પર વહી રહી છે અને તેની સાથે અન્ય ખાડી પણ છલોછલ વહી રહી છે. આ સાથે જિલ્લામાં પણ હજી વરસાદનું જોર જોવા મળે છે તેથી ખાડીના પાણી સાથે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જિલ્લામાં વરસાદનું જોર આવું જ રહે તો સુરત શહેરમાં ફરી એક વાર ખાડી પુર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

ઉધના અને લિંબાયત ઝોનમાં કેટલાક વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. જેના પર પાલિકા દ્વારા સતત નજર રાખવામાં આ‍વી રહી છે. જોકે, ખાડી કિનારે પાણી ભરાવાની શક્યતાના કારણે સ્થળાંતર માટે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

બપોરે 1 વાગે સુરતમાંથી પસાર થતી ખાડીની સ્થિતિ

ખાડીનું નામ      

હાલની સપાટી         

ભયજનક સપાટી

 

કાંકરા ખાડી          

 

6.40                      

8.48

 

ભેદવાડ ખાડી                             

 

 

7.20

7.20

મીઠી ખાડી         

 

8.50                      

9.35

 

ભાઠેના               

 

6.65                          

8.28

 

સીમાડા             

4.50                      

4.50


Google NewsGoogle News