બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડીની કામગીરી પુર્ણ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડીની કામગીરી પુર્ણ 1 - image


સુરત શહેરની આગામી વસ્તી ને પાણીની જરુરિયાતને ધ્યાને રાખીને સુરત પાલિકાએ તાપી નદીમાં બેરેજ બનાવવા માટે આયોજન કર્યું છે. સુરત પાલિકા અને સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા કન્વેશનલ બેરેજ પ્રોજેકેટ માટે સુરત મહાનગરપાલિકાને મળી ગઈ છે બેરેજ માટે હાઈડ્રોલિક, ટોપોગ્રાફી સહિત અનિવાર્ય મંજુરી પાલિકાને મળી જતાં આગામી દિવસોમાં તાપી નદી સિવાયના ભાગમાં  રુંઢ અને ભાઠા તરફે કન્વેન્શનલ બેરેજની કામગીરી શરુ કરવામા આવે તેવી શક્યતા છે. આ સુચીત બેરેજની કામગીરી પૂરી થયા બાદ સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે તેના માટે પાણી પુરવઠો આ બેરેજમાંથી પુરતા પ્રમાણમાં મળી રહેશે.સુરત શહેરની લાંબાગાળાની પાણીની સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે જેના ભાગરુપે સુરત પાલિકાએ રુંઢ  અને ભાઠા વચ્ચે કન્વેશનલ બેરેજ નું આયોજન કર્યું છે. સુરત પાલિકાએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પરંતુ હજી સુધી ભારતમાં સુરત પાલિકા સિવાય અન્ય કોઈ શહેર દ્વારા આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. સુરત માટે આ પ્રોજેક્ટ જેટલો મહત્વનો છે તેટલી જ વધુ તકેદારી રાખવાની છે. આ પ્રોજેક્ટ માટે સરકારની શરત પ્રમાણે અનેક મંજુરી લેવાની છે ત્યાર બાદ જ કામગીરી કરવાનો નિર્ણય કરાયો છે.સુરતના આ કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ માટે ટેન્ડરની શરતો પ્રમાણે પહેલા તબક્કામાં 76 જેટલા વિવિધ સ્ટડી અને સર્વે કરવાની કામગીરી કરવાની હતી. પ્રોજેક્ટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સી- પર્યાવરણ વિભાગ, સીઆરઝેડ સહિતની અનેક મંજૂરી વિના આ બેરેજની કામગીરી આગળ ધપી શકે તેમ ન હતી. જોકે, હાલમાં જ પાલિકાને આ તમામ શરતો સાથેની 76 પ્રકારની મંજુરી મળી ગઈ છે અને સર્વેની કામગીરી પણ પુરી થઈ ગઈ છે. આ મંજૂરી મળતાં સુરત પાલિકાને મોટો હાશકારો થયો છે. સુરત પાલિકાને જરૂરી એવા 76 પ્રકારની મંજૂરી મળી જતાં સુરત પાલિકાએ કન્વેન્શનલ બેરેજના ડીઝાઈન ની કામગીરી ગુજરાત સરકારની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) વડોદરાને સોંપી છે તથા આ ડીઝાઈનના પ્રૂફ ચેકિંગની કામગીરી ભારત સરકારની સેન્ટ્રલ વોટર કમિશન ને સોંપવામાં આવી છે. સીડબ્લ્યુસી અને પાલિકા વચ્ચે  મે ૨૦૨૪માં જે  એમઓયું પણ કરી દેવાયા છે.આ પ્રોજેક્ટના ટેન્ડરની શરતો પ્રમાણે  ઈજારદાર દ્વારા બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડી ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જોકે, આ ખાસ પ્રકારનો પ્રોજેક્ટ છે અને તેના માટે સુરત પાલિકાએ બેરેજના મેથેમેટિકલ અને ફીઝીકલ  મોડેલ સ્ટડી સરકારી સંસ્થા જીડબલ્યુપી આરએસ, પુણા પાસે પણ અલગથી કરવામાં આવી રહી છે. સુરત પાલિકાએ 76 પ્રકારની વિવિધ ડિઝાઇન અને વિવિધ પ્રકારના સ્ટડી ની કામગીરી પુરી કરી છે અને મંજુરી પણ મળી ગઈ છે. હવે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ માટે ફાઈનલ ડિઝાઈન અને ડિઝાઇન પ્રુફ ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ અંતિમ તબક્કાની કામગીરી આગામી ત્રણેક મહિનામાં પૂરી થાય તેવી શક્યતા છે. આ કામગીરી સાથે સાથે ચોમાસા દરમિયાન સુરત પાલિકા દ્વારા તાપી નદીના ભાગ સિવાયના  રુંઢ અને ભાઠા તરફે કન્વેન્શનલ બેરેજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડીની કામગીરી પુર્ણ 2 - image

સુરતના કન્વેન્શનલ બેરેજની આ ખાસિયત છે

- સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે.

- આ સુચીત બેરેજ ના કારણે  18.735 એમ.સી.એમ. પાણીનો સંગ્રહ થાય એટલું મોટું સરોવર તાપી નદીમાં જ બની જશે.   

- 1995માં સુરત પાલિકાએ તાપી નદી પર રાંદેર-સિંગણપોર વચ્ચે વિયરકમ કોઝ વે બનાવ્યો છે તેમાં 31 એમ.સી.એમ. પાણીનો સંગ્રહ થઈ શકે છે.

-  બેરેજના ટેન્ડરની શરતો મુજબ, પાર્ટ-એ અન્વયે હાઇડ્રોગ્રાફિક, ટોપોગ્રાફી સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન, પૂરનો અંદાજ, ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલિંગ, પર્યાવરણ સ્ટડી વગેરે સહિત ૭૬ જેટલી સ્ટડી, સરકારી મંજૂરી મળી ગઈ છે.

-  આ બેરેજ માટે સરકાર હસ્તકની સંસ્થા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને બેરેજના ડિઝાઇન ની કામગીરી સોંપી છે. , ડીઝાઇનના પ્રૂફ ચેકિંગ માટે સીડબલ્યુસી સાથે એમઓયુ કરાયા છે

- બેરેજ સંલગ્ન બ્રિજના ડીઝાઈનના પ્રૂફ ચેકિંગની કામગીરી, ડિઝાઇન સર્કલ, આર એન્ડ બીને સોપવામા આવી છે

-  બેરેજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇગ જીએડી તથા કોફર ડેમ ડીઝાઇનના ડ્રોઇંગ સીડબલ્યુસી પ્રૂફ ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે.


Google NewsGoogle News