42 જેટલી સગર્ભાએ 21 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષામાં લખ્યું રામનું નામ
રામ ઉર્જાની સર્જનશીલતા... સગર્ભાવસ્થાની આધારશીલા..
સુરત, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના અણુએ અણુ અને કણ કણમાં રામ ઉર્જા સાક્ષાત વિદ્યમાન છે ત્યારે સુરત ની સગર્ભા મહિલાઓ એ ભગવાન રામ ને પોતાની રીતે કંઈક અનોખું અર્પણ કરવા 'જય શ્રી રામ' આ મહામંત્રને 21 નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં 21 વખત ક્રિએટિવ રીતે લખ્યો છે.
રામની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યો છે .કોઈ ટેટુ પડાવી, કોઈ ધજા છપાવી ,કોઈ ટોપી છપાવી, કોઇ ચા મફતમાં આપી પોતાની સેવા આપી રહ્યા છે, ત્યારે સુરતની 42 સગર્ભા મહિલાઓએ પણ એક અનોખી રીતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાવના પ્રદાન કરી છે. અને પોતાની ગર્ભાવસ્થાને આધ્યાત્મક સાથે જોડીને રામ નામનો સંદેશો આપ્યો છે.આ અંગે ગર્ભ સંસ્કાર ના ડો.અમીષા બેન એ કહ્યું કે આ રામ નામ 21 વખત અલગ અલગ નેશનલ અને ઇન્ટરનેશનલ ભાષા માં લખવામાં આવ્યા છે.એટલે કે 21× 21 = 441 અને 4+4+1=9. આમ નવ નો આંકડો અત્યંતિક શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીરામની જન્મ દિવસ એટલે રામ નવમી.27 નક્ષત્ર. એટલે કે 7+2=9,નવધા ભક્તિ,નવગ્રહ અને સગર્ભાવસ્થાના મહિના પણ નવ,આમ આ સમર્પિત ભાવ સાથે લેંગ્વેજ અને રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકીય અને ઈમોશનલ સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો આ પ્રયાસ છે.ભારતની માટીમાંથી જન્મ લીધેલ આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે પણ સતયુગથી લઈને કલયુગ સુધી' રામ' બોલીને જ સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે.આમ અંતથી આરંભ અને આરંભથી અંત રામ વગર શક્ય નથી. આમ આ જ ઉદ્દેશ્યથી આ કાર્ય ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી કરવામાં આવ્યું છે.
21 અલગ અલગ લેંગ્વેજમાં શ્રીરામનું મંત્ર ક્રિએટિવ રીતે લખનાર વિશ્વા બેન એ કહ્યું કે હાલ સમગ્ર દેશ રામનાં આગમન નો મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમે પણ અમારા બાળક માં રામ નાં જેવા ગુણો આવે અને ભગવાન ના આગમન ને વધાવીએ તે ઉદ્દેશ્ય થી જ આ રામ નાં નામ લખ્યા છે.મે 5000 વાર ભગવાન રામ નું નામ લખ્યું છે.અને આ મંત્ર જ્યારે અમે લખ્યું ત્યારે મને પોઝિટિવ એનર્જી મળી છે.