દિવાળીના તહેવાર દરમિયાન સુરતમાં 300 મેટ્રિક ટન જેટલો કચરો વધુ નિકળ્યો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
દિવાળીના તહેવાર દરમિયાન સુરતમાં 300 મેટ્રિક ટન જેટલો કચરો વધુ નિકળ્યો 1 - image


પાલિકાના કર્મચારીઓએ રાત દિવસ કામગીરી કરી શહેરમાંથી કચરો ઉલેચવાનું કામ કર્યું 

સામાન્ય દિવસોમાં સુરતમાંથી 2400 મેટ્રિક ટન કચરો નિળકતો હોય છે પરંતુ દિવાળીમાં આ કચરો સીધો 2700 મેટ્રીક ટન પર પહોંચી ગયો હતો ઃ  પાલિકાના 350 રાત્રિ સફાઈ કામદારોએ રાતભર મુખ્ય રસ્તાઓ ઉપરથી કચરો કાઢ્યો હતો.

સુરત, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

સુરત શહેરમાં સામાન્ય દિવસોમાં આખા શહેરમાંથી 2400 મેટ્રીક ટન કચરો નીકળે છે પરંતુ સુરતીઓની દિવાળીની સફાઈ અને ફટાકડા તથા કકળાટ કાઢવાની પ્રથાના કારણે આ કચરો દિવાળીના દિવસોમાં 300 મેટ્રીક ટન કરતાં વધુ વધીને સીધા 2700 મેટ્રીક ટન પર પહોંચી ગયો હતો. જોકે, આટલો વધુ કચરો હોવા છતાં પણ પાલિકાના 350 રાત્રિ સફાઈ કામદારોએ રાતભર મુખ્ય રસ્તાઓ ઉપરથી કચરો કાઢ્યો હતો. દિવાળીના બીજા દિવસે પણ સવાર સુધી સફાઈ કામગીરી કરી હતી. 

સુરત મહાનગરપાલિકા રોજે રોજ શહેરમાંથી 2400 મેટ્રીક ટન કચરો ઉલેચે છે. દિવાળી પહેલાં સુરતીઓએ ઘર અને ઓફિસમાં સફાઈ કરી હોવાથી સુરતમાંથી 2700 મેટ્રીક ટન જેટલો કચરો ઉલેચાયો હતો. દિવાળીની સફાઈનીમાં સુરતીઓએ 300 મેટ્રીક ટન કચરો વધુ કાઢ્યો હતો પરંતુ સુરતમાં દિવાળી વેકેશનમાં કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે. દિવાળીના દિવસે સુરતમાંથી 2700 મેટ્રીક ટન કચરો નીકળ્યો હતો પરંતુ હવે સુરતમાં 2000 મેટ્રીક ટન કચરો નીકળી રહ્યો છે.આગામી દિવસોમાં આ કચરાનું પ્રમાણ હજી ઘટે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

દિવાળીના તહેવાર દરમિયાન સુરતમાં 300 મેટ્રિક ટન જેટલો કચરો વધુ નિકળ્યો 2 - image

ર વર્ષે સુરતીઓ મોટી સંખ્યામાં ફટાકડા ફોડતા હોય છે. જાહેર રસ્તા પર ખાસ કરીને સુરતીઓ રાત્રિના સમયે પરિવાર સાથે ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે ત્યારે કચરો પણ વધારાના પ્રમાણમાં નીકળતો હોય, સુરત મનપાના રાત્રિ સફાઈ કામદારો દ્વારા રાતભર સફાઈ કામગીરી કરવામાં આવી હતી. મનપાના 350 સફાઈ કર્મચારીઓ દ્વારા પુરી રાત સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને વહેલી સવારથી પણ કામદારો સફાઈ કામગીરી માં જોડાયા હતા અને દિવાળીનો વધારાનો 300 મે.ટન કચરો નીકળ્યો હતો.

વધારાનો કચરાનો નિકાલ કરવા માટે ડોર-ટુ-ડોર ની વધારાની ગાડી દરેક ઝોનમાં ગોઠવવામાં આવી હતી. તેમજ ડોર-ટુ-ડોરની ગાડી ના ફેરા પણ વધારવામાં આવ્યા હતા. દિવાળી પુર્વે પણ શહેરમાં દરરોજ વધારાનો કચરો નીકળ્યો હતો જેનો નિકાલ કરવામાં માટે પાલિકાના 350 રાત્રિ સફાઈ કામદારો દ્વારા રાતભર મુખ્ય રસ્તાઓ પરથી કચરો કાઢ્યો હતો. અને દિવાળીના બીજા દિવસે પણ સવાર સુધી સફાઈ કામગીરી કરી હતી. 

હાલ દિવાળીના દિવસોમાં કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે પરંતુ  પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં પ્લાસ્ટિકનો કચરો જ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર સફાઈની કામગીરી કરતા હોવા છતાં પણ શહેરમાં પ્લાસ્ટિક નો કચરો જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News