Get The App

સુરત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરવા લગાવાયેલ લાગણીઓના લંચબોક્સ થકી બાળકોના 200 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરાયું

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
સુરત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરવા લગાવાયેલ લાગણીઓના લંચબોક્સ થકી બાળકોના 200 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરાયું 1 - image


- બહેનોની ટીમ પ્રાર્થના સંમેલનમાં તેનું નિરાકરણ જનરલાઈઝ કરીને આપે છે જેથી જે તે વિદ્યાર્થી સુધી જવાબ પહોંચે છે : ૫ કિસ્સાઓમાં વ્યક્તિગત કાઉન્સિલિંગ કરાયું છે 

સુરત,તા.14 નવેમ્બર 2022,સોમવાર

બાળકોની સંવેદના અને અભિવ્યક્તિ નિખરી શકે એ હેતુથી પાલની નાગર પ્રાથમિક શાળા નંબર-૩૧૯માં લાગણીના લંચબોક્સ થકી શાળાના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓના અંદાજે ૨૦૦ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે. જેમાંથી ૫ કિસ્સાઓમાં વ્યક્તિગત કાઉન્સિલિંગ પણ કરાયું છે.

સુરતના પાલ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરવા લાગણીઓનું લંચબોક્સ મુકવામાં આવ્યું છે. જેમાં  શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓના તેમના મનની મૂંઝવણ લખે છે. બાળક ઘણી વાર ડરે છે અને એ સમયે તેના મનની વાતો તેઓ પોતાના પરિવાર કે મિત્રો ને નથી કરી શકતા તેવા પ્રશ્નો બાળકો કાગળમાં લખે છે. અગત્યની વાત એ છે કે આ ઉપક્રમ શરૂ કરવા પાછળ પણ એક ઘટના જવાબદાર છે. ૪ વર્ષ પહેલા ધોરણ ૮ માં ભણતી વિદ્યાર્થીની બે દિવસ શાળાએ આવી ન હતી. જો કે તેની તપાસ કરતા પરિવારે તે ઘર છોડીને જતી રહી હોવાનું અને તેને શોધી રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. પિતરાઈ બહેનની ભૂલ હોવા છતાં પરીવાર થકી પોતાને ઠપકો મળી રહ્યો હોવાની વાત ઘર કરી ગઈ હોવાને કારણે વિદ્યાર્થીને ઘર છોડીને જતી રહી હતી અને બાદમાં અમદાવાદ ગીતા મંદીર પાસેથી કંડકટરની મદદ થી મળી આવી હતી અને સુરત પરત આવી હતી. અને બાદમાં તેણે શાળા ફરી શરૂ કરી હતી તે આ ઘટનાને લઈને શાળાના પ્રિન્સિપલ પ્રકાશભાઈને આવો વિચાર આવ્યો હતો .

આ અંગે શાળાના આચાર્ય પ્રકાશ પરમારે કહ્યું કે, બાળકોના મનમાં અનેક એવા મુંજવતા પ્રશ્નો હોય છે જેનું નિરાકરણ સમયસર લાવવું જરૂરી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જેને લઈને આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેના થકી બાળકોના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. વળી આ પ્રયત્નથી બાળકોની સ્કીલમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે . બહેનોની ટીમ પ્રાર્થના સંમેલનમાં તેનું નિરાકરણ જનરલાઈઝ કરીને આપે છે જેથી જે તે વિદ્યાર્થી સુધી જવાબ પહોંચી પણ જાય છે. કોરોનાકાળમાં શાળાઓ બંધ રહેતા આ ઉપક્રમ અટક્યો હતો પરંતુ રાબેતામુજબ શાળા શરૂ થતા આજે પણ દર શુક્રવારે વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ભણતર કે તેની સાથે સંલગ્ન અન્ય પ્રશ્નો પૂછે છે જેનું નિરાકરણ શનિવારે જ પ્રાર્થના બાદ કરવામાં આવે છે જોકે તે સિવાયના પર્સનલ પ્રોબ્લેમને લગતા મુદ્દાઓને લઈને જો પ્રશ્ન કરવામાં આવે તો તેમાં શાળા પરિવાર તરફ થી કાઉન્સિલિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સમાન્ય હોય એવા અંદાજે ૨૦૦ જેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ૫ પ્રશ્નો એવા હતા કે જેમાં ભાઈ - બહેનને વધારે પ્રાધાન્ય મળવું, નાના ભાઈ - બહેનનું ધ્યાન રાખવું પડતું હોવાને કારણે શાળાએ મોડું આવવું વગેરે જેવા પ્રશ્નો હતા. જેમાં બાળકોની સાથે પરિવારનું પણ કાઉન્સિલિંગ કરવાની જરૂર પડી હતી જે અમે કર્યું હતુ. તેમાં બાળક કે પરિવારની ઓળખાણ છતી ન થાય તે બાબતનું ધ્યાન સંપૂર્ણપણે રાખ્યું હતું.


Google NewsGoogle News