Get The App

વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો 1 - image


શનિવારે વિક્રમ સંવત 2081 તરીકે નવા વર્ષનો પ્રારંભ સાથે હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થઈ ગયું હતું. આ દિવસે સુરતના અનેક મંદિરમાં ભગવાન ને અન્નકૂટ ધરાવાયો હતો. તેમાં પણ અડાજણ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો  અન્નકૂટ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવ્યો તો જેના 45 હજારથી વધુ હરિભક્તોએ દર્શન કર્યા હતા. 

વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો 2 - image

સુરત શહેરના અન્ય મંદિરો સાથે બીએપીએસ સ્વામી નારાયણ મંદિર અડાજણમાં પણ અન્નકુટના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.  નૂતન વર્ષના પ્રથમ દિવસે ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરતા હોય છે. સંવત 2081 ના પ્રથમ દિવસે અડાજણ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ અન્નકુટોત્સવ ના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વહેલી સવારથી સાંજે સાત વાગ્યા સુધીમાં  45 હજારથી વધુ હરિભક્તોએ અન્નકુટોત્સવ ના દર્શન કર્યા હતા. 

વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો 3 - image

નૂતનવર્ષની વહેલી પ્રભાતે વૈદિક મહાપૂજા સાથે સ્નેહમિલન દ્વારા આ વર્ષની શરૂઆત થઈ હતી. જેમાં મંદિરના કોઠારી સંત પૂ. ઉત્તમ પ્રકાશ સ્વામીએ નૂતન વર્ષની સુખાકારી માટે આશીર્વાદ પાઠવ્યા હતા. મંદિરમાં ઠાકોરજી સમક્ષ સંતો-ભક્તો દ્વારા મનોહર સુશોભન સાથે 1300થી વધુ વિવિધ વાનગીઓ નો અદ્ભુત અન્નકૂટ ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યો હતો.  સવારે મંદિરના સંતો તથા સુરત શહેરના અગ્રણીઓ દ્વારા અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. સામાન્ય રીતે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યારે અવ્યવસ્થા સર્જાતી હોય છે. પરંતુ અહીંયા 45,000 થી વધુ  ભક્તોએ દર્શન કરવા છતાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે પ્રકારના સુંદર આયોજન થી ભક્તો ખૂબ જ પ્રભાવિત થયા હતા.  સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો  અન્નકુટોત્સવ  માટે સ્વયંસેવકોએ સતત 12 દિવસની જહેમત કરી હતી ત્યાર બાદ આ અન્નકુટોત્સવ સફળ બન્યો હતો.

વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો 4 - image


Google NewsGoogle News