રામનવમી, મહાવીર જયંતિના દિવસે સુરતના તમામ કતલખાના બંધ રહેશે
image : Freepik
Ramnavmi and Mahavir Jayanti Festival : હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે.
અંગે સુરત મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે સ્થાયી સમિતિના ઠરાવ નં.261, તા.20-02-1976 થી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમી અને મહાવીર જયંતીના દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના બંધ રહેશે. આગામી 17 એપ્રિલ બુધવારના રોજ ‘શ્રી રામનવમી’ અને 21 એપ્રિલ રવિવારના રોજ ‘શ્રી મહાવીર જયંતિ’ છે આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી.
સુરત મહાનગરપાલિકાની સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટ ની વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.