Get The App

નવું શેક્ષણિક વર્ષ શરૂ થતાં સુરત જિલ્લાની તમામ શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
નવું શેક્ષણિક વર્ષ શરૂ થતાં સુરત જિલ્લાની તમામ શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી 1 - image


Surat School Education Starts : કાળઝાળ ગરમી વચ્ચે 35 દિવસનું નિર્ધારિત ઉનાળુ વેક્શન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી હતી. 

સને 2024-25 નાં નવા શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ શરૂ થવા પામી છે ત્યારે શાળાઓનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ તથા પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલીક શાળાઓમાં એસ.એમ.સી.સભ્યોએ પણ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાર્યા હતાં. જેનાં પગલે વિધાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળી રહ્યો હતો.

નવું શેક્ષણિક વર્ષ શરૂ થતાં સુરત જિલ્લાની તમામ શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી 2 - image

નવા શૈક્ષણિક સત્ર 2024-25 નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકો તથા શિક્ષકો માટે નવું શૈક્ષણિક વર્ષ ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહે એવાં આશીર્વચન સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત તમામ તાલુકા ઘટક સંઘનાં હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી.


Google NewsGoogle News