Get The App

વેડ-વરિયાવ બ્રિજ બાદ સુરતનો વધુ એક બ્રિજ વિવાદમાં : પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડ્યા

Updated: Jul 3rd, 2023


Google NewsGoogle News
વેડ-વરિયાવ બ્રિજ બાદ સુરતનો વધુ એક બ્રિજ વિવાદમાં : પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડ્યા 1 - image


- પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ પર 50થી વધુ ખાડાનો આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માગણી ઃ ખાડામાંથી બ્રિજના સળીયા દેખાતા હોય વાહન ચાલકો માટે બ્રિજ જોખમી 

સુરત,તા.3 જુલાઈ 2023,સોમવાર

સુરતના તાપી નદી પર બનેલા વેડ વરીયાવ બ્રિજનો એપ્રોચ બેસી જવાની ઘટના તાજી છે ત્યાં શહેરના વધુ એક ફ્લાય ઓવરબ્રિજ વિવાદમાં આવી ગયો છે. સુરતના અશ્વિનીકુમાર રોડ પર આઠ વર્ષ પહેલા બનેલા બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ પર 50થી વધુ ખાડાનો આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માગણી પુર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. હાલમાં આ બ્રિજ પરના ખાડામાં સળીયા દેખાતા હોય વાહન ચાલકો માટે આ બ્રિજ  જોખમી બની રહ્યો હોવાની ફરિયાદ છે. પાલિકા દ્વારા થીંગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ આટ વર્ષમાં જ બ્રિજમાં પડેલા ખાડા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. 

વેડ-વરિયાવ બ્રિજ બાદ સુરતનો વધુ એક બ્રિજ વિવાદમાં : પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડ્યા 2 - image

સુરત શહેરમાં નાના મોટા 120 બ્રિજ બની જતાં બ્રિજ સિટી બની ગયું છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. થોડા દિવસ પહેલા  સુરતમાં તાપી નદી પર બનેલા વેડ વરિયાવ બ્રિજ પરના એપ્રોચ પર ખાડો પડી ગયો હતો. બ્રિજ બન્યાના 41 દિવસમાં જ બ્રિજમાં ખાડા પડતા પાલિકાએ કર્મચારીઓ પર પગલા ભરવા સાથે સાથે હવે આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટર અને પીએમસી સામે પણ પગલાં ભરવા માટે કવાયત શરુ થઈ ગઈ છે.

આ ઘટના હજુ શાંત પડે તે પહેલાં સુરત પાલિકાના વધુ એક બ્રિજ વિવાદમાં આવી ગયો છે. અશ્વનીકુમાર થી જીઆઇડીસી તરફ જતાં પ્રમુખ સ્વામી બ્રિજ પર 50થી વધુ ખાડા પડી ગયા છે. પાલિકાના માજી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કહ્યું હતું કે, આ બ્રિજ પર 50થી વધુ ખાડા પડી ગયા  આ ખાડામાંથી સળીયા દેખાઈ રહ્યાં છે તેના કારણે વાહન ચાલકોને નુકસાન થવા સાથે તેઓની મુશ્કેલી વધી શકે તેમ છે. તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આઠ વર્ષ પહેલા બ્રિજ બન્યો હતો તે બ્રિજમાં આવી રીતે ખાડા પડી જતા હોય તો બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને મટીરીયલ્સ હલકી ગુણવત્તાનું લાગે છે તેથી સેમ્પલ ચેક કરાવવા સાથે વિજીલન્સ તપાસ કરાવવી જોઈએ. 

હાલમાં પાલિકાએ આ ખાડા પુરવા માટે કામગીરી શરુ કરી છે પરંતુ આઠ વર્ષમાં જ  બ્રિજ માં ખાડા પડી જતા હોય પાલિકાની  કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે. 


Google NewsGoogle News