Get The App

સ્થાયી સમિતિની બે દિવસની ગહન ચર્ચા બાદ બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
સ્થાયી સમિતિની બે દિવસની ગહન ચર્ચા બાદ બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ 1 - image


સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં સ્થાયી સમિતિના 155 કરોડના વધારા સાથે 8873 કરોડનું બજેટ મંજૂર

કમિશ્નરે રજુ કરેલા બજેટમાં કેપીટલ ખર્ચનું બજેટ 4121 કરોડમાં 106 કરોડનો વધારો કરી 4227 કરોડ કર્યા, રેવન્યુ ખર્ચમાં 49 કરોડના વધારા સાથે 4597 કરોડ કરવામાં આવ્યા

સુરત, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરુવાર

સુરત મહાનગરપાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટ પર સ્થાયી સમિતિએ બે દિવસની કરેલી ગહન ચર્ચા બાદ સ્થાયી સમિતિએ બજેટ મંજુર કરી સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ મંજુર કર્યું છે. સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં સ્થાયી સમિતિના 155 કરોડના વધારા સાથે 8873 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.કમિશ્નરે  રજુ કરેલા બજેટમાં કેપીટલ ખર્ચનું બજેટ 4121  કરોડમાં 106  કરોડનો વધારો કરી 4227 કરોડ કર્યા, રેવન્યુ ખર્ચમાં  49 કરોડના વધારા સાથે 4597 કરોડ કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિમાં આ બજેટ મંજુર ક4યા બાદ આગામી 20 ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં રજુ કરી તેના પર ચર્ચા કરીને મંજુર કરવામાં આવશે. આ બજેટમાં  શાસકોએ 184.13 કરોડની રાહતની જાહેરાત કરવામાં આવી છે.

સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે વર્ષ 2024-25 માટે  8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું જેમાં 4121 કરોડના કેપીટલ કામ રજુ કરવામા આવ્યા હતા. પાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટ પર સ્થાયી સમિતિએ બે દિવસની ગહન ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિએ બજેટને સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ મંજુર કર્યું છે. બજેટ અંગે માહિતી આપતાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતુ ંકે, કમિશ્નરે રજુ કરેલા બજેટમાં બજેટમાં 155 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સુરત મહાનગર પાલિકાનું આગામી નાણાંકીય વર્ષના બજેટનું કદ વધીને 8873 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

શાસકો દ્વારા શહેરીજનો માટે તમામ ઝોન વિસ્તારોમાં નવા પ્રકલ્પો ઉભા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેક ગાર્ડનથી માંડીને સ્વીમીંગ પુલ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બાગ - બગીચા અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ શહેરીજનોને તબક્કાવાર મળશે.

આ ઉપરાંત હદ વિસ્તારણ બાદ આવેલા નવા વિસ્તાર એવા  કનકપુર ઝોનમાં સચિન, કનકપુર- કનસાડ, પારડી - કણદે, તલંગપોર, પાલી અને ઉંબેર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધાને ધ્યાને રાખીને જીઆવ ખાતે નવા વોટર વર્ક્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ અલાયદા વોટર સપ્લાય સિસ્ટમ ઉભી કરવા માટે મર્યાદિત ક્ષમતાનો ઈન્ટેક વેલ સહિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે લિંબાયત ઝોનમાં વધતી જતી વસ્તીને ધ્યાને રાખી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા માટે પાણી પુરવઠા યોજનાને સુદ્રઢીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કમિશ્નરના બજેટમાં 155 કરોડનો વધારો કરતા બજેટ 8873 કરોડ પર પહોંચ્યું છે જ્યારે કેપીટલ કામમાં 106 કરોડનો વધારો કરીને કેપીટલ કામ પહેલા 4121 કરોડ હતા તે વધીને 4597 કરોડ થઈ ગયાં છે. સ્થાયી સમિતિએ કેપીટલ કામમાં વધારો કર્યો છે તેના 106 કરોડ રુપિયા માટે સરકાર પાસે 80 કરોડ રુપિયાની ગ્રાન્ટ મેળવવામા આવશે.


Google NewsGoogle News