Get The App

વર્ષોથી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસર એક અને ડેપ્યુટી ફાયર ઓફીસરની ચાર જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
વર્ષોથી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસર એક અને ડેપ્યુટી ફાયર ઓફીસરની ચાર જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી 1 - image


Image: Facebook

સુરત મહાનગર પાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસર એક અને ડેપ્યુટી ફાયર ઓફીસરની ચાર જગ્યા ભરવા માટે પાલિકાએ  જાહેરાત બહાર પાડી છે.  માં એક બેઠક મહીલા માટે અનામત રાખવામાં આવી છે. 

સુરત પાલિકામાં છેલ્લા ઘણા વખતથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  લાંબા સમય બાદ ચીફ ફાયર ઓફિસર ખાલી પડેલી જગ્યા ભરવા માટે સુરત પાલિકાએ જાહેરાત બહાર પાડીને અરજી મંગાવી છે. આ ઉપરાંત ચાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ની જગ્યા ભરવાની તજવીજ હાથ ધરી છે. જેમાં એક બેઠક મહિલા અનામત રાખવામાં આવી છે.  જ્યારે એક સામાન્ય, એક અનુસૂચિત જાતિ અને  એક અનુસુચિત જનજાતિની બેઠકનો સમાવેશ થાય છે.  અરજદારોએ ત્રણ જુલાઈથી ૧૫ જુલાઈ વચ્ચે ઓનલાઈન અરજી કરવાની રહશે.સુરત મહાનગર પાલિકામા ઇન્ચાર્જ ડેપ્યુટી ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ ફાયર વિભાગમાં ત્રણ અધિકારી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. લાંબા સમયથી મનપામાં કામ કરતા કર્મચારીઓને પણ તક મળવી જોઈએ ૫૦ ટકા જગ્યા સીધી ભરતીથી નિમણૂક કરવાની રજુઆત જે તે વિભાગને કરવામાં આવી છે.


Google NewsGoogle News