સુરત પાલિકાના વિરોધ પક્ષે ખાડાનો વિરોધ કરવા કેક કાપી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, કોર્પોરેટરની અટકાયત

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના વિરોધ પક્ષે ખાડાનો વિરોધ કરવા કેક કાપી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, કોર્પોરેટરની અટકાયત 1 - image


Surat Corporation AAP Protest : સુરત શહેરમાં ખાડાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાસક પક્ષના સભ્યો પાલિકાની સભામાં વિરોધ કરી રહ્યા છે તો વિરોધ પક્ષના સભ્યો હવે રસ્તા પર ખાડાની સમસ્યા લઈને ઉતરી પડ્યા છે. શહેરના રસ્તા પડ્યા છે ત્યાં કેક કાપીને ખાડાની ઉજવણી કરી શાસકો અને તંત્રનું ધ્યાન ખેંચવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, જાહેર રસ્તા પર આ કાર્યક્રમ હોવાનું જણાવીને પોલીસે વિપક્ષના નગરસેવકોની અટકાયત કરી હતી. 

સુરત પાલિકાના વિરોધ પક્ષે ખાડાનો વિરોધ કરવા કેક કાપી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, કોર્પોરેટરની અટકાયત 2 - image

સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલા રસ્તા બને છે અને ચોમાસામાં રસ્તા તુટે છે. ત્યારબાદ આ રસ્તા રીપેર કરવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામા આવે છે. તેમ છતાં શહેરમાં ખાડાની સમસ્યા દુર થતી ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા તંત્ર રસ્તા રિપેર કરવાનો દાવો કરે છે પરંતુ શહેરમાં મોટાભાગના રસ્તાઓમાં હજી અનેક ખાડા છે અને લોકો તેના કારણે હેરાન થઈ રહ્યા છે. તેના કારણે પાલિકાના વિરોધ પક્ષે પાલિકા તંત્રનું ધ્યાન ખેંચવા માટે ખાડા છે ત્યાં જઈને ખાડાનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પાલિકાના વિરોધ પક્ષના સભ્યો ખાડા પાસે જઈને કેક કાપી હતી. જોકે, પોલીસે તેઓની અટકાયત કરી હતી.સુરત પાલિકાના વિરોધ પક્ષે ખાડાનો વિરોધ કરવા કેક કાપી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, કોર્પોરેટરની અટકાયત 3 - image


Google NewsGoogle News