દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ-કોંગ્રેસના ધરણા પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ-કોંગ્રેસના ધરણા પ્રદર્શન,  કાર્યકર્તાઓની અટકાયત 1 - image


- લોકસભાની ચૂંટણી માટે આપ- કોંગ્રેસનું ગઠબંધનની અસર સુરતમાં જોવા મળી

- સુરતના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આપ-કોંગ્રેસે ધરણા કર્યા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી 

સુરત,તા.22 માર્ચ 2024,શુક્રવાર

લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં કોંગ્રેસ-આપની જોડી જામી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડના વિરોધમાં સુરતમાં આપ-કોંગ્રેસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  સુરતના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આપ-કોંગ્રેસે ધરણા કર્યા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ ધરણા પ્રદર્શનના કારણે પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ચુંટણીનો માહોલ શરુ થયો હોય તેવી ગણતરી થઈ રહી છે. 

લોકસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિયા ગઠબંધન જાહેર કરવામા આવ્યું છે. જેમાં ગુજરાતની બે બેઠક પર આપ અને બાકીની 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાજપના ગઢ એવા સુરતમાં ચૂંટણી માટે કોંગ્રેસે પાટીદાર આંદોલનમાં સક્રિય રહેલા એવા પુર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીના નામની જાહેરાત ગઈકાલે કરી છે. આ જાહેરાત સાથે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ ધરપકડ બાદ આજે સવારે સુરતમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપ વિરુધ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું. પાટીદાર બહુમતીવાળા વરાછા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી આપ-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અટકાયત દરમિયાન આપ-કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના ગટબંધન દ્વારા પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ કરતાં આગામી દિવસોમાં સુરતી વિરુદ્ધ સૌરાષ્ટ્રીયન ઉમેદવાર વિરુધ્ધ માહોલ જામે તોવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News