આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે : કુમાર કાનાણી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે : કુમાર કાનાણી 1 - image


Surat Kumar Kanani : સુરતના પે એન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 11 લાખની લાંચ માંગવાના કેસમાં વિપક્ષના કોર્પોરેટરની ધરપકડ થયા બાદ ભાજપના ધારાસભ્યએ આમ આદમી પાર્ટી સમયે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે હવે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે. 

સુરત મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા અને જીતેન્દ્ર કાછડીયા સામે કોન્ટ્રાક્ટરે 11 લાખની લાંચિયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પુરાવાની કરાઈ થયા બાદ એસીબીએ એક કોર્પોરેટરની ધરપકડ કરી છે જ્યારે બીજા કોર્પોરેટર સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે. આ ધરપકડ બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ખુલીને બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટીને તોડ પાર્ટી ગણાવી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું હતું કે, આ કોર્પોરેટરનો ભ્રષ્ટાચારનો આરોપ છે તે તદ્દન સ્વભાવિક છે. કારણ કે હવે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે તેના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે અન્ય ધારાસભ્ય હોય આ બધા ભ્રષ્ટાચારના આરોપમાં જેલ ભોગવી ચુક્યા છે. ત્યારે તેમનો અહીંનો કોર્પોરેટર ભ્રષ્ટાચાર કરે તે સ્વાભાવિક છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારમાં ગળાનું પાર્ટી છે લોકોએ તેમને ઈમાનદાર પાર્ટી તરીકેનો વિશ્વાસ મૂક્યો હતો. તે વિશ્વાસનો કચ્ચરઘાર કરીને આ પાર્ટી હવે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બની ગઈ છે. કુમાર કાનાણીના આક્ષેપ બાદ સુરતનું રાજકારણ ફરી ગરમાયું છે.

આ પણ વાંચો : સુરતમાં 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, અધિકારીઓ સામે ઝીરો એક્શન


Google NewsGoogle News