દમણમાં ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
દમણમાં ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ 1 - image


Car Stunt Viral in Daman : દમણના નમો પથ પર ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. ભરચક માર્ગ પર જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ તે પણ જરૂરી બન્યું છે.

દમણમાં ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ 2 - image

છેલ્લા લાંબા સમય વાહન પર જોખમી રીતે સ્ટંટ કરી પ્રસિધ્ધિ મેળવવા રીલ બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે. જેમાં દમણના નમો પર યુવાન ચાલું કાર પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. દરિયા કિનારે ભરચક મુખ્ય માર્ગ પર આવેલ પ્રકારનો જોખમી વિડીયો વાયરલ થયા બાદ દમણ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. જાહેરમાં આ પ્રકારના જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.


Google NewsGoogle News