Get The App

સુરતમાં સેવાભાવી સંસ્થાના મૃતક સભ્યને અનોખી શ્રદ્ધાંજલિ : એક હજાર જેટલા શ્રમજીવીઓને કરાવવામાં આવ્યું ભોજન

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સુરતમાં સેવાભાવી સંસ્થાના મૃતક સભ્યને અનોખી શ્રદ્ધાંજલિ : એક હજાર જેટલા શ્રમજીવીઓને કરાવવામાં આવ્યું ભોજન 1 - image


Surat News  : સુરતમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં સેવાનું કામ કરતી એક સંસ્થાના યુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતાં અન્ય સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમના અવસાન બાદ રોજે રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને તેમની ઉત્તરક્રિયાના દિવસે ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

સુરતમાં સેવાભાવી સંસ્થાના મૃતક સભ્યને અનોખી શ્રદ્ધાંજલિ : એક હજાર જેટલા શ્રમજીવીઓને કરાવવામાં આવ્યું ભોજન 2 - image

સુરત શહેરના સૌરાષ્ટ્રવાસી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ સેવાનું કામ સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા  કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ સાથે છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી જોડાયેલા અને સેવામાં અવિરત રહેતા એવા ચિરાગ કુકડીયાનું માત્ર 31 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે 11 જૂનના રોજ અવસાન થયું હતું. આ ગ્રુપના પાયાના કાર્યકર એવા સભ્યનું અવસાન થતાં ગ્રુપ દ્વારા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

રવિવારે આ ગ્રુપ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાર ટીમ બનાવીને એક હજાર કરતાં વધુ શ્રમજીવીઓ માટે ફૂડ ડ્રાઈવ કરીને બુંદી- ગાંઠિયા અને ખમણનું વિતરણ કરી તેમને સેવા રૂપી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમની  ઉત્તર ક્રિયા સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જ્યારે ઉત્તરક્રિયાના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આમ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવકના અવસાન બાદ તેમના ગ્રુપના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ સેવાનો જ વિકલ્પ પસંદ કર્યો છે.



Google NewsGoogle News