શિક્ષકોના ગ્રેડ પેની ધીમી કામગીરી સામે સંઘ દ્વારા સમિતિ સામે રામધુન યોજાશે
Image Source: Freepik
સુરત, તા. 12 માર્ચ 2024 મંગળવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનેક શિક્ષકોની ગ્રેડ પે ની ધીમી કામગીરી મુદ્દે શિક્ષકો અકળાયા છે. આ ધીમી કામગીરી થી અનેક શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે તેના કારણે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર દ્વારા શિક્ષણ સમિતિ સામે રામધુન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો ગ્રેડ પેના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગ્રેડ પેની કામગીરી યોગ્ય રીતે થઈ રહી નથી અને સિનિયોટીરી પણ જળવાતી ન હોવાની અનેક ફરિયાદ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનેક શિક્ષકોની ગ્રેડ પે ની ધીમી કામગીરી મુદ્દે શિક્ષકો અકળાયા છે. આ ધીમી કામગીરી થી અનેક શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે તેના કારણે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર દ્વારા શિક્ષણ સમિતિ સામે રામધુન નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.