સુરતના મહિધરપુરા ભવાની વડ પાસે એક મકાન પડી ગયું
સુરતમાં ચોમાસુ જામી રહ્યું છે ત્યારે શહેરના સેન્ટ્રલ ઝોનમાં મહિધરપુરા ભવાની વળ ખાતે એક જર્જરીત મકાન ધસી પડ્યો છે. આજે દરેક મકાનમાં રહેતા એક વ્યક્તિને માથામાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જર્જરીત મકાનોને નોટિસ આપવામાં આવે છે. જોકે પાલિકા નોટીસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માને છે તેના કારણે દર વખતે ચોમાસામાં મકાન પડી જવાની ઘટના બની રહે છે. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ સંખ્યાબંધ મિલકતોને નોટિસ આપી હતી તેમાંથી કેટલીક મિલકતો ઉતારી લેવામાં આવી છે. તેમ છતાં હજી પણ સેન્ટ્રલ જૂનમાં અનેક મિલકતો જર્જરરીત છે અને તેમાં લોકો વસવાટ પણ કરે છે. આવી જ એક મિલકત મહિધરપુરા ભવાની વડ ખાતે આવી છે મિલકત નંબર 5/1078 અને 5/1079 વાડી મિલકત આજે અચાનક ધસી પડી હતી. આ મિલકતમાં રહેતી એક વ્યક્તિને માથામાં ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.