Get The App

પૌરાણિક રામસેતુની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી

Updated: Sep 7th, 2022


Google NewsGoogle News
પૌરાણિક રામસેતુની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી 1 - image

સુરત,તા.7 સપ્ટેમ્બર 2022,બુધવાર

રામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુ ની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુ નો સ્વરૂપ ગણેશ મંડપને આપ્યું છે. રામ સેતુ પાર કરીને ગણેશજીના દર્શન થાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણ નો અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યું છે અને આ સેતુને રામ સેતુ નામ આપવામાં આવ્યું છે જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે. આ રામસેતુ ની આજુબાજુ વાનર સેના ના દર્શન પણ થાય છે .જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપાના દર્શન કરવા હોય તો આ રામ સેતુ ને પાર કરીને જ દર્શન થઈ શકે છે. પંડાળમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના પરના દર્શન થાય છે.

આશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે.પંડાળ માં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુ માં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે..

એન્જિનિયર વાસ્તુ શાહે કહ્યું કે  આવતા વર્ષે રામ મંદિર નું નિર્માણ થઈ જશે .રામ ભક્તિમાં લોકો લીન થાય આ હેતુથી રામસેતુ આ મંડપમાં નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ભાવિ ભક્તો જ્યારે અહીં આવશે ત્યારે એક ખાસ પથ્થર પાણીમાં મૂકશે તે રામસેતુની જેમ તરતો દેખાય છે. આ પથ્થર એન્જિનિયરિંગનો એક નમૂનો છે આ પથ્થર નું નામ સીએલસી બ્લોક છે. જેની ડેન્સિટી ઓછી હોવાના કારણે તે તરે છે લોકોને અહીં આવીને રામસેતુની અનુભૂતિ થાય છે..

રેડીયોલોજીસ્ટ ડોક્ટર ધર્મ દોઢીયા એ કહ્યું કે રામભક્તિની સાથો સાથ અમે ઓર્ગન ડોનેશન અંગે પણ જાગૃતિ ફેલાવી રહ્યા છે .બધા જાણે છે કે ઓર્ગન ડોનેશન નો પ્રથમ કિસ્સો ગણેશજી સાથે થયો હતો. જો ગણેશજીને હાથીનો માથું નહીં મળ્યું હોત તો શું થયું હોત ? આ વિચાર લોકોને આવે આ માટે અમે મંડપમાં અંગદાન અંગે પણ જાગૃતિ કરી રહ્યા છે એટલું જ નહીં અંગદાન કરનાર લોકો અને તેમના પરિવારનો પણ અહીં સત્કાર કરાવીને પપ્પાની આરતી કરાવવામાં આવે છે અને અંતે તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે


Google NewsGoogle News