Get The App

સેલવાસના ખડોલીની કંપનીમાં આગ સળગી ઉઠતા ભાગદોડ, બે કલાક બાદ આગ પર કાબુ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
સેલવાસના ખડોલીની કંપનીમાં આગ સળગી ઉઠતા ભાગદોડ, બે કલાક બાદ આગ પર કાબુ 1 - image


શિવમ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. કંપનીમાં લાગેલી આગ પર બે કલાક બાદ કાબુ મેળવ્યો

વાપી,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

સેલવાસના ખડોલી ગામે આવેલી કંપનીમાં ગઈકાલે રવિવારે મધરાતે આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. લાશ્કરોએ લગભગ બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

 પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસના ખાનવેલ નજીક ખડોલી ગામે કોસ્મેટિક ચીજવસ્તુ ઉત્પાદન કરતી શિવમ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. નામક કંપની આવેલી છે. ગઇકાલે રવિવારે મધરાતે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. આગ વધુ તિવ્ર બનતા કંપનીને લપેટમાં લઇ લેતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી પ્રસરી જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને ફાયર વિભાગના બંબા દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે.  પણ આગ શોર્ટસરકિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. આગને કારણે કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.


Google NewsGoogle News